• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 72 લાખના ખર્ચે ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ થશે

72 લાખના ખર્ચે ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શહેરમાંડિઝાસ્ટરનું નવું ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ કરાયું છે. લાખોના ખર્ચે તૈયાર થયેલ સેન્ટર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોવાની સાથે શહેરમાં કોઈ પણ પ્રકારની હોનારત વખતે દરેક રીતે સંપર્કમાં રહીને કાર્ય કરશે.

અંગે કલેક્ટર મહેન્દ્ર પટેલે કહ્યું કે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર રૂ. 72 લાખ ખર્ચે તૈયાર કર્યું છે. જે ગાંધીનગર અને દિલ્હી સાથે સીધું હોટલાઈન પર રહેશે. સિવાય સેન્ટરમાં અનેક આધુનિક સુવિધાઓ મુકાઇ છે. જેમાં એનડીઆર, વાયરલેસ, સેટેલાઈટ ફોન મુકવામાં આવ્યો છે. જેથી અન્ય કોઈપણ જોડાણ હોય તે સમયે પણ સેટેલાઈટ ફોનથી સંપર્કમાં રહી શકાય. તમામ સુવિધા અને સેન્ટર 24 કલાક સુધી કાર્યરત રહેશે. તેની સાથે 1 ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર, 1 મામલતદાર અને 5 ના.મામલતદારોની ટીમ અહીં 24 કલાક કાર્યરત રાખવામાં આવી છે.

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે

અન્ય સમાચારો પણ છે...