• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નવા ચપ્પલ માગ્યા તો પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

નવા ચપ્પલ માગ્યા તો પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાગાતળાવમેઇન રોડ પર ઘર નં. 1-285માં રહેતા યુસુફભાઈ મુસાભાઈ ઘડિયાળીની પુત્રી મારિયા (ઉ.વ.20)એ અઠવા લાઇન્સ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પતિ મોહંમદ અબરાર આરિફ નારિયેળવાળા, સાસુ ફરિદાબાનુ અને સસરા આરિફે શારીરિક-માનસિક ત્રાસ તો આપ્યો ઉપરાંત પતિના ઘરેથી લાવેલાં ઘરેણાં વેચી તેમાંથી ઘરમાં રાશનનો સામાન ભરાવવા દબાણ કરતા હતા. જ્યારે પરિણીતાએ નવા ચપ્પલની માગણી કરી તો તેના પતિએ તેને માર મારી વાળ પકડી દીવાલ સાથે માથું અફળાવી ઘરમાંથી કાઢી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...