તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • લાઇનદોરીના અસરગ્રસ્તોને જગ્યા સામે જગ્યા અપાય

લાઇનદોરીના અસરગ્રસ્તોને જગ્યા સામે જગ્યા અપાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

ડભોલીપંચ ફળીયાના અસરગ્રસ્તોને રસ્તાની લાઇનદોરીમાં કપાત કરવામાં આવેલી જગ્યાના બદલામાં જગ્યા આપવાની િવવાદીત દરખાસ્તને પાલિકાની સ્થાયી સમિતિએ દફતરે કરીને જગ્યા નહીં આપવાનો સરાહનીય નિર્ણય કર્યો છે. કારણ કે જગ્યાના બદલામાં જગ્યા આપવામાં આવે તો અન્ય વ્યક્તિઓ દ્વારા પણ ભવિષ્યમાં આવી માંગણી કરી શકે તેમ હોવાથી જગ્યાના બદલામાં જગ્યા નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

પાલિકાના વિકાસકામોમાં જગ્યાના કબ્જા લેવામાં આવતા હોય છે. તેમાં કેટલાક કિસ્સાઓમાં સમજાવટથી એટલે કે વાટાઘાટ કરીને જમીનના કબ્જા જમીન માલિકીની સમજુતીથી લેવાતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં ફરજીયાત સંપાદન કરીને જગ્યાના કબ્જા લેવામાં આવતા હોય છે. આવા મોટાભાગના કિસ્સાઓમાં જમીન માલિકને વળતર ચુકવવામાં આવતુ હોય છે. જ્યારે જગ્યાના બદલામાં જગ્યા આપવામાં આવે તો અન્ય લોકો પણ આવી માંગણી ભવિષ્યમાં કરી શકે તેમ છે. તેને ધ્યાને રાખીને ડભોલી પંચ ફળીયાના અસરગ્રસ્તોને જગ્યાના બદલામાં જગ્યા નહીં આપવાનો નિર્ણય સ્થાયી સમિતિની બેઠકમાં કરાયો છે. અંગે સ્થાયી સમિતિ ચેરમેન રાજેશ દેસાઇએ જણાવ્યુ હતુ કે છેલ્લા 10 વર્ષમાં એક પણ વખત લાઇનદોરીના કિસ્સામાં જગ્યા આપી નહીં હોવાથી નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ અન્ય કિસ્સામાં પણ આવી માંગણી કરવામાં આવે તો પ્રથા કાયમી બની જવાની પણ શકયતા રહેલી હોવાથી દરખાસ્તને દફતરે કરી દેવાય છે.

ડભોલીની વિવાદી દરખાસ્ત દફ્તરે

અન્ય સમાચારો પણ છે...