તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઇવે બિલ રીટર્ન બોજથી છૂટકારો આપવા ફોસ્ટાની વેટ કમિ.ને રજૂઆત

ઇવે-બિલ- રીટર્ન બોજથી છૂટકારો આપવા ફોસ્ટાની વેટ કમિ.ને રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટનનીસમગ્ર ચેઇન પર 5 ટકાની જીએસટી સામે સિન્થેટીક યાર્ન પર 18 ટકા અને ફેબ્રિક્સ પર 5 ટકાની જીએસટીના સામે વિવર્સ અને ટ્રેડર્સને મળનારી ક્રેડિટ એક્મ્યુલેટેડ થતાં ટેક્સની જવાબદારીમાં વધારો થતો હોવાની રજુઆત કરી ટ્રેડર્સને જીએસટીમાંથી મુક્તિ આપવાની ફોસ્ટાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે વેટ કમિશ્નર પી.ડી.વાઘેલા સાથે મળીને માંગ કરી હતી.

ભીવંડી, વારણસી, કોલકત્તા, બંગાળ વગેરે ટેક્સટાઇલ સાથે સંકળેલા રાજ્યોના વેપારીઓ 15મી જુને હડતાલ પર જવાની તૈયારી કરી રહ્યા છે.ત્યારે ટેક્સટાઇલ ટ્રેડર્સને જીએસટીમાંથી મુક્ત રાખવાની માંગ સાથે ફોસ્ટાના પ્રતિનિધિ મંડળ પૈકી પ્રમુખ મનોજ અગ્રવાલ ઉપપ્રમુખ ચંપાલાલ બોથરા તેમજ અન્ય ડિરેક્ટરોએ વેટ કમિશ્નર પી.ડી.વાઘેલા સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી. મનોજ અગ્રવાલના જ્ણાવ્યાનુસાર પ્રોસેસિંગ,વોર્પિગ,નિટીંગ વેગેરે ક્ષેત્રોમાં જોબવર્ક થતું હોઇ છે એવામાં રીટેઇલમાં વેચાણ થતાં માલ સામે 5 ટકા જીએસટીના કારણે મળનારી ક્રેડિટ એક્મ્યુલેટ થાય છે પરંતું રીફંડ મેળવી શકાતું નથી.જેને પગલે ટ્રેડિંગ સેક્ટરને જીએસટીમાંથી મુક્ત તથા એક શહેરથી બીજા શહેર તથા શહેરની અંદર-અંદર ટ્રાન્સફર થતાં ગુડ્સ પર લાગતાં ઇ-વેબિલમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. જોકે વેપારીઓની જીએસટી મુક્તિની માંગનો સીધો અશ્વિકાર કરી દેવાયો હતો પરંતું દર મહિને તૈયાર કરવા પડતાં ત્રણ રીર્ટની ઝંઝટ સામે 6 મહિના સુધી ટ્રેનિંગ પુરી પાડવાનું આશ્વાસન તથા જીએસટીના દર રીવાઇઝ કરવા અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું.હજુ પણ વેપારીઓમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે જેના પગલે આજરોજ ફોસ્ટા તેમજ વેપાર પ્રગતિ સંઘની સુરત ટેક્સટાઇલ માર્કેટ ખાતે બેઠક મળશે જેમાં હડતાલ પર જવા અંગે નિર્ણય કરાશે.

આજે વેપારીઓ માર્કેટમાં બેઠક કરી હડતાળ કરવા અંગેનો નિર્ણય કરશે

અન્ય સમાચારો પણ છે...