તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકીને જન્મ આપ્યાના કેસમાં ડીએનએ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વેડરોડની 14 વર્ષની તરૂણીએ બાળકીને જન્મ આપ્યાના ચકચારી કેસને ચોકબજાર પોલીસે બાળકીનું ડીએનએ માટે બ્લેડના સેમ્પલો લઈને તેને પરિક્ષણ માટે એફએસએલમાં મોકલાવામાં આવ્યું હતું. જેના આધારે બાળકીના પિતા કોણ છે તે અંગેની હકીકતો બહાર આવશે.

જ્યારે બીજી તરફ પોલીસે રાહુલ સહિત બે યુવકોને શંકાના આધારે પકડી લાવીને પૂછપરછ શરૂ કરી છે. ડુમસ રોડની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટરે ઉમરા પોલીસને જાણ કરી ત્યારે અંગેની હકીકતોની ચોકબજાર પોલીસને જાણ થઈ હતી. શરૂઆતથી તરૂણી અને તેની માતા ફરિયાદ કરવાની ના પાડી પોલીસને સાચી હકીકતો છુપાવતી હતી. તરૂણીની ફરિયાદ લઈને ચોકબજાર પોલીસે રાહુલ નામના ઈસમ સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. ચોકબજાર પોલીસે તરૂણીની બાળકીનું ડીએનએ પરિક્ષણ માટે એફએસએલમાં મોકલ્યુ છે. જેના આધારે તરૂણીનું શોષણ કોણ કરતું હતું તે હકીકતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...