તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વીવિંગ ક્ષેત્રે જોબવર્કમાંથી મુક્તિ આપવા વીવર્સની રજૂઆત

વીવિંગ ક્ષેત્રે જોબવર્કમાંથી મુક્તિ આપવા વીવર્સની રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રટેક્સટાઇલ સેક્ટર દ્વારા 5 ટકા ફેબ્રિક્સ પર રજુ થયેલી જીએસટીનો સ્વીકાર તો કરી લેવાયો પણ યાર્ન તથા પ્રોસેસિંગ સેક્ટર પર ઝીંકવામાં આવેલો જીએસટીનો 18 ટકાનો વિસંગત દર નાના ઉદ્યોગોને નુકશાનકારક હોવાની જણાવી સુરતથી ગાંધીનગર રજૂઆત કરવા ગયેલા વીવર્સ અગ્રણીઓને ફરી ગુરૂવારે રી-પ્રેઝન્ટ કરવાનું તેડું આપવામાં આવ્યું હતું.

5 ટકાની જીએસટી સમગ્ર ટેક્સટાઇલે સ્વીકારી લીધી છે પરંતુ 18 ટકાના જીએસટી દરના કારણે અેસએમઇ સેક્ટર તથા વીવિંગ અને પ્રોસેસિંગ જેવા સેક્ટરમાં થતું જોબવર્કના કાર્ય બાદ એક્મ્યુલેટેડ થતી આઇટીસીને રીફંડ આપવા કાઉન્સીલે મનાઇ ફરમાવી છે જેના કારણે છેલ્લાં અેક અઠવાડિયાથી વીવિંગ-પ્રોસેસિંગ તથા ટ્રેડિંગ ક્ષેત્રે વેપારી વર્ગમાં વિરોધ જોવા મળી રહ્યો છે. પાંડેસરા વીવર્સ સોસા.ના પ્રેસિડન્ટ આશિષ ગુજરાતી તથા અન્ય અગ્રણી વીવર્સ રાજ્યના ફાઇનાન્સ સેક્રેટરી મોના ખંદાર અને વેટ કમિશ્નર પી.ડી.વાઘેલા સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી સિન્થેટીક યાર્ન પર રજુ થયેલી 18 ટકાની જીએસટીને 12 ટકા કરવાની સાથે વીવિંગ ક્ષેત્ર સુધી થતી જોબવર્કની પ્રક્રિયામાંથી મુક્તિ આપવાની રજુઆત કરતાં મુદ્દે ફરી ચર્ચા કરવા વીવર્સના પ્રતિનિધિ મંડળને ગુરૂવારે રી-પ્રેઝન્ટેશન માટે બોલાવ્યા છે.

વેટના અધિકારીઓની બેઠક

અઠવાડિયાથીશહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં શરૂ થયેલા ખળભળાટના કારણે વેટ અધિકારીઓને ઉપલા અધિકારીઓ તરફથી ખરેખરી સમસ્યાની તપાસ કરવા માટે સૂચન કરાયું હતું.જેને પગલે આજ રોજ જીએસટી નિષ્ણાત પ્રશાંત શાહ અને ચેમ્બર માજી પ્રમુખ મહેન્દ્ર કાજીવાલા અને અન્ય ટ્રેડના નિષ્ણાતો સાથે સ્થાનિક અધિકારીઓની બેઠક મળી હતી. નિષ્ણાતોએ એકમ્યુલેટેડ થતી આઇટીસીનું રીફંડ નહી મળતું હોવાનું કારણ મુક્યું હતું.

અન્ય સમાચારો પણ છે...