તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાયણ કેસમાં FSL અધિકારીની ઊલટતપાસ અધૂરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારાયણલાંચ કેસમાં એફએસએલ અધિકારીની ઉલટ તપાસ કરવામાં આવી હતી હતી જ્યારે કેસની વધુ સુનવણી તા.30મીના રોજ રાખવામાં આવી છે.

નારાયણ સામેનો કેસ ઢીલો કરવા માટે કરોડોની લાંચ આપવાના કેસમાં શુક્રવારે એફએસએલના ગાંધીનગરના અધિકારી બી.એસ.શાહની ઊલટ તપાસ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા નારાયણે લાંચની રકમ આપવા માટે લખેલી ચિઠ્ઠીની હેન્ડરાઇટિંગ એક્સપર્ટ શાહે રિપોર્ટ આપ્યો હતો. છેલ્લી બે મુદતથી તેમની અત્રેની કોર્ટમાં સરતપાસ અને ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. શુક્રવારે બચાવપક્ષના વકીલ દ્વારા લાંબી જુબાની લેવામાં આવી હતી. જોકે, શુક્રવારે પણ તેમની ઊ‌લટ તપાસ અધૂરી રહી હતી. નારાયણ સાંઇના લાંચ કેસની વધુ સુનાવણી તારીખ 30મી જૂનના રોજ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...