તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘દવાના ભાવમાં નિયંત્રણનંુ કેન્દ્ર સરકારનું પગલું યોગ્ય’

‘દવાના ભાવમાં નિયંત્રણનંુ કેન્દ્ર સરકારનું પગલું યોગ્ય’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્યાં તેમણે નરેન્દ્ર મોદી સરકાર ગરીબોની હામી હોવાની સાથે સાથે આર્થિક સામાજિક, રાજકીય ક્ષેત્રે સરકાર મેળવેલી સિધ્ધિઓની વાત કરી હતી. ઉપરાંત કેન્દ્રિય મંત્રી રૂપાલાએ મહેસાણા અને મધ્યપ્રદેશની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ હોવાનું કહી વખોડી કાઢી હતી.

કેન્દ્ર સરકારે 3 વર્ષમાં મેળવેલી સિધ્ધિઓનું વર્ણન કરતાં પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું કે, દરેક મોરચે કેન્દ્ર સરકારે પારદર્શી શાસન આપ્યું છે. એકપણ ભ્રષ્ટાચારના આરોપ થયા નથી. ગરીબો માટે કામ કરતી સરકારે ગેસ ગરીબો સુધી પહોંચાડ્યો છે. દર્દીઓ માટે દવાના ભાવ નિયંત્રિત કરી 3 હજાર જેટલા જેનેરિક દવાના સ્ટોર ખુલ્લા મુક્યા છે. સ્ટેન્ટના ભાવનું નિયંત્રણ કર્યું સાથે આર્થિક ક્ષેત્રે જીએસટી અને નોટબંધી કરીને અર્થતંત્રને સુધારવાના પ્રયાસ કર્યા છે. દવાના ભાવ નિયંત્રીત કરવાનો વિચાર સુધ્ધાં અત્યાર સુધીની કોઇ સરકારે કર્યો નથી. સામાન્ય વ્યક્તિને પડતી તકલીફનું ધ્યાન રાખતી સંવેદનશીલ સરકાર બની છે. ખેડૂતો માટે અલગથી વીમા યોજના અને સોઈલ હેલ્થકાર્ડ આપ્યા છે. કાશ્મીરની સમસ્યા હલ કરવા માટેના પગલાં કેન્દ્ર સરકાર લઇ રહી છે. હાલમાં કાશ્મીર સમસ્યા સમગ્ર દેશ માટે નસ્તર સમાન બનતાં ઓપરેશન કરવુ પડે છે. ઓપરેશન કરીને કાશ્મીર સમસ્યાને દૂર કરાશે.

કેન્દ્ર સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થયા.શુક્રવારે સવારે સરકીટ હાઉસમાં પ્રેસ કોન્ફરસ યોજાઇ હતી.જેમાં પુરૂષોત્તમ રૂપાલા આવ્યા હતા.તસવીર-હેતલ શાહ

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કાશ્મીર સમસ્યા ઉકેલવા માટે પણ કેન્દ્ર સરકાર પગલાં લઇ રહ્યાનો દાવો કર્યો

અન્ય સમાચારો પણ છે...