તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીનદલાલની કાર મિત્ર લઈને છૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમીનદલાલેમિત્રતામાં કાર બે દિવસ માટે આપી તો મિત્રએ કાર બે દિવસ પછી આપવાને બદલે લઈને ફરાર થઈ ગયો હતો. છેવટે જમીનદલાલે કાપોદ્વા પોલીસમાં મિત્ર વિરુદ્ધ ગુનો નોંધાવવાની ફરજ પડી હતી. વરાછા રોડ પર હીરાબાગ પાસે સાગર એપાર્ટમેન્ટમાં રહેતા અને જમીનની દલાલીનો ધંધો કરતા ભાવેશ ઈટાળીયાએ તેના મિત્ર રાકેશ નાકરાણી (રહે,ઓમ રો હાઉસ, પાસોદરા)ને 22મી ઓક્ટોબરે બે દિવસ માટે અર્ટીગા કાર વાપરવા માટે આપી હતી. રાકેશએ દવાખાનાનું બહાનું કાઢીને મિત્ર પાસેથી કાર લીધી હતી. બે દિવસ પછી દલાલે કાકાના દિકરા સાથે બહારગામ જવાનું હોવાથી કારની માંગણી કરી તો મિત્રએ બહાના કાઢી ગલ્લા તલ્લા કર્યા હતા. જમીનદલાલે તેની સાથે માથાકૂટ કરી તો તેણે તારી ગાડી હવે તને મળશે નહિ હવે લેવા આવવુ નહિ. એમ કહ્યું હતું. કાપોદ્રા પોલીસે જમીન દલાલ રાકેશ મનુ નાકરાણી સામે ગુનો દાખલ કર્યા હતો. રાકેશના પરિવારજનોએ તેની ગુમ થયાની પોલીસમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...