તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી 27 મોબાઇલની અને ગુના નોંધ્યા માત્ર 4

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પોલીસકમિશનર ગુના નોંધાવવા માટે વારંવાર આદેશ આપે છે સુધરે બીજા ન્યાયે સ્થાનિક પોલીસ ગુના નોંધવામાં ખૂબ બેદરકારી દાખવવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને મોબાઈલ સ્નેચિંગના ગુના નોંધવામાં ભારે નિષ્કાળજી રાખે છે તે વધુ એક વખત સાબિત થયું છે. ક્રાઈમ બ્રાંચે એક ટોળકી પકડી પાડી તેણે દોઢ મહિનામાં 27 મોબાઈલ ઝૂંટવી લીધા હતા. તેની સામે માત્ર 4 ફરિયાદ નોંધાઈ હતી. 5મી ફરિયાદ ટોળકી ઝડપાયા બાદ નોંધાઈ! કોઈ ફરિયાદી પોલીસ મથકમાં મોબાઈલ સ્નેચિંગની વાત લઈને જાય છે ત્યારે ત્યાં હાજર પોલીસ કર્મચારી તેને ધમકાવે છે, મોબાઈલ સાચવવાની ત્રેવડ હોય તો શા માટે રાખો છોω તેવા પ્રશ્નો કરે છે.

પો. કમિશનરનો આદેશ છતાં મોબાઇલ ચોરીના ગુના નોંધવામાં પોલીસની બેદરકારી

અન્ય સમાચારો પણ છે...