તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BSNLનો 3 લાખની કિંમતનો કેબલ ચોરી, 800 ફોન બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાવ અંગે BSNLના કર્મચારીએ ફરિયાદ આપતાં પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

મનપાના સફાઈ કામદારો રાત્રે રિફ્લેક્ટર પટ્ટાવાળા કપડાં પહેરીને કામ કરતા હોય છે તેવો પહેરવેશમાં ચોર ટોળકીએ કેબલની ચોરી કરી હતી. મોટાવરાછા લજામણી હોટલ પાસે પુનીતધામ સોસાયટીમાં રહેતા કાંતિલાલ વલ્લભભાઈ ભુવા BSNL કંપનીમાં જનરલ ટેલિકોમ ઓફિસર છે. ગુરૂવારે વહેલી સવારે 5 વાગ્યે 800થી વધુ ફોન બંધ થઈ જતાં તેઓ તપાસ માટે દોડી ગયા હતા. રિંગરોડની આદર્શ માર્કેટ-2 ની સામે ચોર ટોળકીએ BSNLનો અંડરગ્રાઉન્ડ ત્રણ કેબલ 180 મીટર જેની કિંમત રૂ. 3 લાખનો ચોરી કર્યા હતો. આદર્શ માર્કેટ તેમજ આજુબાજુના સીસીટીવી કેમેરાની BSNLના ઓફિસરો પોલીસની સાથે રહીને તપાસ કરી તો તેમાં આઈસર ટેમ્પામાં 7થી 8 ઈસમો કેબલની ચોરી કરીને લઈને જતાં દેખાય છે. ઘટના ગુરૂવારે સવારે 4.00 વાગ્યે બની હતી અને કેબલને કાપી નાખતા સવારે 5.00 ફોન બંધ થઈ ગયા હતા. 800 ફોન બંધ થતા રીંગરોડની મોટા ભાગની માર્કેટોના ફોન બંધ થઈ ગયા હતા. હવે નવો કેબલ નાખીને એક-બે દિવસમાં નખાઈ જશે બાદ ફોન શરૂ થશે. સલાબતપુરા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આઈસર ટેમ્પાનો નંબર મેળવીને ચોર ટોળકીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

તસ્કરો સફાઇ કામદારના વેશમાં આવ્યા

રિફ્લેક્ટર કપડા પહેરીને તસ્કરો કેબલની ચોરી કરતા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા

અન્ય સમાચારો પણ છે...