તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTE : શંકાસ્પદ પ્રવેશની તપાસ કરવા 10 ટીમ બની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રાઇટટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે શ્રીમંત, ધનિક વર્ગના વાલીઓએ ખોટા આવક, જાતિના દાખલાઓ રજૂ કરીને સંતાનોના એડમિશન મેળવી લીધા હોવાની ફરિયાદ મળતાં શિક્ષણ નિયામકે તપાસના આદેશ આપ્યા હતા. જેથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 10 ટીમ બનાવીને આગામી 25 જૂનથી શાળાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરાશે.

આરટીઇ અંતર્ગત પ્રાથમિકમાં ફરજિયાત, મફત શિક્ષણ આપવાના સરકારની યોજનામાં શ્રીમંત વર્ગના વાલીઓએ પોતાના સંતાનોને પ્રવેશ મેળવ્યા હતા. પ્રવેશપાત્ર હોય તેવા વાલીઓએ ખોટી આઇડેન્ટિટી, ખોટા આધાર, પુરાવા તથા પ્રમાણપત્રો રજૂ કરી પોતાના સંતાનોને પ્રવેશ મેળવ્યો હોવાની ફરિયાદ મળી હતી. જેથી પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ બાળકોના પ્રવેશની ચકાસણી કરવા ડીઇઓને આદેશ આપ્યા હતા. શહેરમાં કુલ 3933 એડમિશન ફાળવ્યા હતા. જેની સામે મોટા ભાગના પ્રવેશ બોગસ હોવાનું કહેવાય છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે પ્રવેશ મેળવનાર તમામ બાળકોની ચકાસણી માટે કલેક્ટર તથા ડીઇઓ કચેરીને ટીમો બનાવી દરેક શાળામાં તપાસ કરવા આદેશ આપ્યા હતા. 10 ટીમ દ્વારા આગામી 25 જૂનથી શાળાઓમાં તપાસ શરૂ થશે. જે ખાનગી શાળાઓએ શંકાસ્પદ એડમિશન મળ્યા હોવાની ફરિયાદ કરી છે તે શાળામાં પહેલા તપાસ કરાશે.

શ્રીમંત વાલીઓએ ધો.-1માં ગેરરીતિથી શાળામાં પ્રવેશ લીધાની ફરિયાદ મળી હતી

શાળાએ DEOને ફરિયાદ કરી

{ગજેરા હાઇસ્કૂલ

{ આશાદીપ વિદ્યાલય

{ સિટીઝન સ્કૂલ

{ નોબલ હાઇસ્કૂલ

25મીથી ખાનગી શાળામાં ટીમ તપાસ કરશે

અન્ય સમાચારો પણ છે...