તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારી હિતમાં નિર્ણય આવે ત્યાં સુધી હડતાળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે ગાંધીનગરમાં અમદાવાદ અને સુરતના વેપારીઓની નાયબ મુખ્યમંત્રી સાથે મળેલી મિટીંગમાં 4 કલાક સુધી કરવામાં આવેલી સમજાવટ બાદ અઠવાડિયામાં માર્કેટ ફરી કાર્યરત થઇ જાય તેવા સંકેતો સર્જાયા હતા. પરંતુ મંગળવારે સાંજે અગ્રવાલ સમાજ ખાતે જીએસટી સંઘર્ષ સમિતિની કોર કમિટીની આગળની રણનિતિ નક્કી કરવાની સાથે માર્કેટ ફરી શરૂ કરવાના નિર્ણયને લઇને મિટીંગ મળી હતી. સંઘર્ષ સમિતિના સંયોજક તારાચંદ કાસાટના જ્ણાવ્યાનુસાર, જ્યાં સુધી સરકાર કે જીએસટી કાઉન્સીલ તરફથી વેપારીઓની માંગણી પર કોઇ પ્રતિસાદ નહી આપવામાં આવે ત્યાં સુધી નિર્ધારીત અનિશ્ચિત બંધના નિર્ણયને વળગી રહેવામાં આવશે.

STMમાં બ્લડ ડોનેશન કેમ્પ સાથે તમામ માર્કેટના પ્રમુખો અને સેક્રેટરીઓ સાથે ફરી વેપારીઓની સભાનું આયોજન કરાશે જેમાં માર્કેટ શરૂ કરવા બાબતે નિર્ણય કરાશે.

કાર્યક્રમો સાથે આંદોલન આગળ ધપાવાશે

સાંકલેચાને સમજાવટ

11દિવસથી જીએસટીના વિરોધમાં ભૂખ હડતાલ કરનાર ગુડલક માર્કેટના વેપારી હિતેષ સાંકલેચાને પણ સોમવારની કોર કમિટીની બેઠકમાં સમ્માનિત કરવા બોલાવી પારણાં કરી લેવા સભ્યોએ સમજાવટ કરી હતી. અંગે હિતેષે વાતચીતમાં જ્ણાવ્યું હતું કે,જ્યાં સુધી સરકાર વેપારીઓના હિતમાં નિર્ણય કરી કાપડને જીએસટી મુક્ત નગીનહીં કરે ત્યાં સુધી ઉપવાસ યથાવત રખાશે.

હડતાળસંકેલવા સૂચન

કેન્દ્રીયઉર્જા મંત્રી પિયુષ ગોયલની આગેવાનીમાં દિલ્હી ખાતે મળેલી વેપારીઓની બેઠકમાં ભાગ લેવા સુરતથી સાઉથ ગુજરાત પ્રોસેસ એસોના પ્રમુખ જીતેન્દ્ર વખારીયા ગયા હતા. જીતેન્દ્ર વખારીયાના જ્ણાવ્યાનુસાર કાપડ પરથી હડતાલ સમેટી લેવાનું તમામ વેપારીઓની સૂચન કરી તેમને જીએસટી ચેઇનમાં આવી જવાનું જણાવવામાં આવ્યુ હતું.

સંઘર્ષ સમિતિની બેઠકમાં એકસૂર

અન્ય સમાચારો પણ છે...