તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખું ગુજરાત ભાવુક...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આખું ગુજરાત ભાવુક...

જેમનેપ્રાથમિક સારવાર અપાઈ હતી. બસના ડ્રાઇવર સલીમ શેખે હિમ્મત દાખવતા તેના સહિત 53 લોકોના જીવ બચ્યા હતા, જેમાંથી બે શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતકોના સંબંધીઓએ માગણી કરી છે કે આતંકવાદના વિરોધમાં મોદી સરકારને ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે.

શ્રદ્ધાળુઓના પરિવારજનો એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓ એરપોર્ટ પરથી બહાર આવતા સ્વજનો તેમને ભેટી પડ્યા હતા. પરિવારજનોને ભેટવાનો માહોલ જોતા એરપોર્ટ પર માહોલ ખૂભ ભાવિવભોર બની ગયો હતો. મૃતકોના પરિવારજનોની આંખમાંથી નીકળતા અશ્રુ થંભતા હતા.

સુરત એરપોર્ટ પર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, ગણપતભાઈ વસાવા સહિતના નેતાઓ આવ્યા હતા. એરપોર્ટ પરથી વિજયભાઈએ મૃતકોના પરિવારને રૂ. 10 લાખ અને ઘવાયેલાઓને 2 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ મૃતકોના પરિવારને 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

ઘવાયેલા શ્રદ્ધાળુ સુરત એરપોર્ટ પર આવે એટલે તેમને તરત સારવાર આપવા માટે તંત્રએ અચૂક વ્યવસ્થા કરી રાખી હતી. 10 તબીબ, 20 નર્સ, 12 શબવાહિની, 15 એમ્બ્યુલન્સ અને 25 સ્ટ્રેચરની વ્યવસ્થા સુરત એરપોર્ટ પર કરી દેવામાં આવી હતી. ઘવાયેલાઓને કિરણ હોસ્પિટલ તરફથી મફતમાં સારવાર આપવાની જાહેરાત કરાઈ હતી પરંતુ સરકારી હોસ્પિટલની વિશેષ તૈયારીઓ જોઈને આખરે ઘવાયેલાઓને નવી સિવિલમાં લઈ જવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી.

મુખ્યમંત્રીએ બસના ડ્રાઈવર સલીમને યાત્રીઓને સલામત સ્થળે લઈ જવા બદલ ધન્યવાદ કહ્યા હતા અને જણાવ્યું હતું કે, બહાદુરી બતાવનારા ડ્રાઈવર સલીમને બ્રેવરી એવોર્ડ મળે તે માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે. ત્યારબાદ ઈજાગ્રસ્તો અને તેના પરિવારને મળ્યા હતા.

ગુજરાતી શ્રદ્ધાળુઓ પર થયેલા આતંકી હુમલાના કારણે રાજ્યભરના લોકોમાં ભારે રોષની લાગણી છે. મૃતકો અને ઘવાયેલાઓને સુરત એરપોર્ટ પર લાવવાના છે, એવું લોકોને ખબર પડતાં લોકોના ટોળા એરપોર્ટ પર ધસી ગયા હતા. સ્થળે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ભારતઆતંકવાદ સામે જવાબ આપવા માટે સજ્જ છે

ભારતઆવા હુમલાઓ સામે ઝૂકવાનું નથી પરંતુ ત્રાસવાદી-આતંકવાદી ગતિવિધિઓનો મક્કમતાથી પ્રતિકાર-જવાબ આપવા સંપૂર્ણ સજ્જ છે. - વિજયભાઈ રૂપાણી, મુખ્યમંત્રી, ગુજરાત

ગોળીઓનોવરસાદ...

એટલેહું બચવા માટે થોડો વાંકો વળ્યો એટલે તરત એક ગોળી કાચમાંથી આવી અને મારી બાજુમાં ઉભેલા ભાઈને વાગી. હું સમજી ગયો કે હવે બચવું અઘરું છે. મારી પાસે બધાને બચાવવા માટે એક રસ્તો હતો. ફક્ત ને ફક્ત બસ ચલાવવાનો. હું વાંકો વળી રહ્યો અને એક્સિલેટર જોરથી દબાવીને બસ દોડાવી દીધી. જો હું ગભરાઈ ગયો હોત તો વધારે સમસ્યા સર્જાઈ હોત. થોડા સમય માટે કશું ખ્યાલ આવતો હતો. મારા માલિક (અલ્લાહ)એ મને હિમ્મત આપી અને બસ નક્કી કરી લીધું કે બસ અટકાવી નથી. આતંકીઓ પોલીસની ગાડી પર પણ ફાયરિંગ કરી રહ્યા હતા. જેમાંથી કેટલાક આતંકી બાઇક પર હતા. એક આતંકીએ ચાલુ બસે અંદર ઘૂસવાની કોશિશ કરી હતી પણ એક શ્રદ્ધાળુએ તેને દરવાજામાંથી ધકેલી દીધો હતો. બસમાં લોકો ખૂબ ગભરાઈ ગયા હતા અને બૂમો પડી રહ્યાનો અવાજ આવતો હતો. ઘટનાસ્થળેથી બસ અટકાવ્યા વિના હું 2 કિમી આગળ આર્મીના બેઝ કેમ્પમાં પહોંચી ગયો અને ત્યાં ખબર પડી કે, બસમાં બેઠેલા કેટલાક લોકોને ગોળીઓ વાગી છે. ઘટના કયા સ્થળે બની તે બાબતે પણ જવાનોને માહિતી આપી હતી અને પછી ઘવાયેલાઓને તાત્કાલિક મેડિકલ મદદ મળે તે માટે હું પ્રયત્ન કરવા લાગ્યો હતો. ઘટના બની હોવા બાબતે મેં તરત મારા ઘરે જાણ કરી હતી અને કેટલાક લોકો ઘવાયા હોવાની માહિતી આપી હતી. ઘવાયેલાઓને તરત હોસ્પિટલે લઈ જવામાં આવ્યા જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. કેટલાકે સારવાર મળે તે પહેલા દમ તોડી દીધો હતો જેનો ખૂબ અફસોસ છે.

ગોપાલકૃષ્ણગાંધી...

બેઠકમાંભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાહુલ ગાંધી, જેડીયુના નેતા શરદ યાદવ સહિતના નેતાઓ મોજૂદ હતા. ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી 5મી ઓગસ્ટે યોજાશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનો કાર્યકાળ 10મી ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે.

2014માંગાંધીએ મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો

મહાત્માગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીનો જન્મ 1945ની 22મી એપ્રિલે દેવદાસ ગાંધી અને સી.રાજગોપાલચારીની પુત્રી લક્ષ્મીના થયો હતો. અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર્સની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે 1968થી 1992 સુધી આઇએએસ અધિકારી તરીકે તમિલનાડુમાં વિવિધ પદે તથા રાષ્ટ્રપતિના સચિવ તરીકે કામ કર્યું હતું. તેમણે લંડનમાં ભારતીય દૂતાવાસમાં પણ સેવા આપી હતી. બાદમાં તેમણે શ્રીલંકા અને નોર્વેમાં ભારતીય રાજદૂત તરીકે કામ કર્યું હતું. 2004થી 2009 દરમ્યાન તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પદે રહ્યા હતા. દરમ્યાન તેમણે પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો. નંદીગ્રામ હિંસાને વખોડવા બદલ તત્કાલીન ડાબેરી સરકારે તેમની ટીકા કરી હતી. ગાંધીએ શ્રીલંકામાં કામ કરતા તમિળો પર નવલકથા તથા દારા સિકોહ પર નાટક લખ્યું હતું. 2014માં લોકસભાની ચૂંટણીમાં મોદીના વિજય બાદ ગાંધીએ તેમને ખુલ્લો પત્ર લખીને લઘુમતીની અવગણના નહીં કરતા જણાવ્યું હતું કે ભારત માતા કી જયનો નારો સાચો છે પણ અત્યારે સુભાષચંદ્ર બોઝનો નારો ‘જયહિંદ’ વધારે પ્રસ્તુત છે.

દુષ્કાળવખતે...

સમયેતેઓ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનના સચિવ હતા. એટલે સત્તાવાર રીતે પૂરતા સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પણ આવી શક્યા હોત, પણ તેના બદલે માત્ર એક બગલથેલો અને સાદા જીન્સ-શર્ટમાં સાદા ચપ્પલ પહેરેલા ગોપાલકૃષ્ણ ગાંધીને મેં જોયા. દર 15-20 મિનિટે રેડિયેટરમાં પાણી ભરવું પડે એવી મારી ખખડધજ જીપમાં તેઓ બેસી ગયા અને અમે લગભગ 180 કિમી દૂર પાકિસ્તાનની સરહદે આવેલા બનાસકાંઠાના કુંડાળિયા ગામે પહોંચ્યા. તેમની ઓળખ મેં કામનો અનુભવ લેવા માગતા અમારા મિત્ર તરીકે કરાવી. સમયે કુંડાળિયાના સરપંચ કરસનભાઈ રાજપૂત હતા. તેમને મેં ખાનગીમાં કહ્યું કે, બહુ મોટા વીવીઆઈપી છે. કોણ છે, પછી કહીશ. પણ, માંદા-સાજા થાય તો બરાબર ઘ્યાન રાખજો.’

દરમિયાન ગોપાલકૃષ્ણ ગાંધીએ ત્યાં ઊભેલા વરખડાના એક ઝાડ નીચે ખાટલો પાથરીને બેઠક જમાવી દીધી. સ્થળે તેમની આસપાસ પશુપાલકો પણ રહેતા અને લગભગ ત્રણેક હજાર જેટલા પશુઓ પણ બંધાતા. પછી ચાર દિવસ સુધી ખાટલો તેમનો ઉતારો રહ્યો. વિસ્તારમાં ચોકડીઓ ખોદવાનું રાહતકામ ચાલતું હતું. તેઓ પણ રોજ સવારે માથે ફાળીયું બાંધીને ગ્રામ્ય પરિવેશમાં ખભે ત્રિકમ નાખીને બહેનો સાથે મજૂરીકામ કરવા નીકળી પડે. બપોરે બાજરાનો રોટલો, શાક અને છાશનું સાદું ભોજન કરે. સાંજે પાછા આવ્યા પછી હસમુખ પટેલના મિત્ર તરીકે ગામમાંથી કે આજુબાજુના વિસ્તારોમાંથી ચા-પાણીનાં આમંત્રણ મળે ત્યાં જાય. રાત્રે ગામના ચોરે બેસતી ભજનમંડળીઓ સાથે બેસી જાય, લોકો સાથે વાતચીત કરે અને પરિસ્થિતિની માહિતી મેળવે.

ચારેક દિવસ પછી જ્યારે વરખડાના ઝાડ તળેનો પોતાનો નિવાસ સંકેલ્યો, ત્યારે તેમની હથેળીઓ છોલાઈ ગઈ હતી. આમ છતાં, તેમણે પોતે જે કામગીરી કરી તેનાથી આનંદ અને સંતોષની લાગણી વ્યકત કરી. જતાં જતાં તેમની સાથે રોજ મજૂરીએ આવતી બહેનોને સો-સો રૂપિયા આપતા ગયા.

વળતી વખતે તેમણે પોતાના બેચમેટ અને રાજ્યના ચીફ સેક્રેટરી એલ.એન.એસ. મુકુંદનને ફોન કર્યો અને અમદાવાદના કેટલાક લોકોને પણ મળ્યા. પછીથી જ્યારે કુંડાળિયાના ગ્રામજનોને ગોપાલભાઈની હકીકત ખબર પડી, ત્યારે તેમના આનંદનો પાર નહોતો. આજે પણ સરપંચ કરસનભાઈ સહિત અમુક લોકોના ઘરે તેમની તસવીર સામે સવારે અગરબત્તી થયેલી જોઈ શકાય છે. ત્યાર પછી તેમની નિમણૂક શ્રીલંકાના રાજદૂત તરીકે થઈ ગઈ, પણ ભૂકંપ વખતે તેમણે હસમુખભાઈને ફોન કરીને કુંડાળિયાના ગ્રામજનોના ખબરઅંતર પૂછ્યાં. સિવાય બંગાળના રાજ્યપાલ તરીકે હતા ત્યારે પણ પોતાના હાથેથી લખેલા પત્રો મોકલતા. કુંડાળિયાના સરપંચ કરસનભાઈ સહિત કેટલાંક હોવાનું હસમુખભાઈએ ઉમેર્યું હતું.

વર્ષ2015માં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નામ ચર્ચાયુ હતું

મહાત્માગાંધી દ્વારા 18 ઑક્ટોબર, 1920ના રોજ સ્થપાયેલી ગૂજરાતી વિદ્યાપીઠના કુલપતિપદેથી નિવૃત્તિ થતા નારાયણ દેસાઈના સ્થાને નવા કુલપતિ તરીકે વર્ષ 2015માં ગોપાલકૃષ્ણ ગાંધીનું નામ મોખરે હતું. જોકે, ત્યાર પછીથી પદે તેમની નિમણૂક થઈ નહોતી. જેની પાછળનું એક મહત્ત્વનું કારણ ખાદી પહેરતા હોવાનું માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...