તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત તા.12જૂલાઇના એટલે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની સ્વાધ્યા પ્રવૃ્તિને પોતાના

સુરત તા.12જૂલાઇના એટલે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની સ્વાધ્યા પ્રવૃ્તિને પોતાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત તા.12જૂલાઇના એટલે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની સ્વાધ્યા પ્રવૃ્તિને પોતાના અવિરત પરિશ્રમ અને કુનેહપૂર્વકના આયોજનથી વૈશ્વિક ફલક ઉપર પહોંચાડનાર પૂજ્ય જયશ્રીદીદી આઠવલે તળવલકરજીનો જન્મ દિવસ છે. વેદકાળથી ચાલ્યો આવતો વૃક્ષપુજનનો ભૂલાઇ ગયેલો મહિમા ક્રિયાશીલ તત્વચિંતક પૂજનીય દાદાએ વૃક્ષમંદિરો દ્વારા જીવંત બનાવ્યો, તેમ વૃક્ષપૂજન દ્વારા ઇશુપૂજન કરી જીવનવિકાસ સાધવાનો પવિત્ર વિચાર પણ લાખો કુટુંબોમાં ઘર-ઘર સુધી પહોંચાડતો 12મી જુલાઇનો માધવવૃંદનો પ્રયોગ પણ પૂજનીય દાદાની પ્રેરણાથી છેલ્લા 25 વર્ષથી લાખો કુટુંબને નંદનવન બનાવી ચુક્યો છે. પ્રભુપ્રેષિત મહાન શક્તિનો જન્મ દિવસ લોકોના જીવનવિકાસ માટે એક કદમ આગેકૂચ કરવા માટેનું પવિત્ર પર્વ બની જતો હોય છે. તા. 12 જૂલાઇથી 100 દિવસ સુધી પરિવારનું દરેક કુટુંબ સવારે દંપતિરૂપે બેસી પૂજનીય દાદા અને પૂજનીય દીદીનું પવિત્ર સ્મરણ કરીને તુલસીના બાલતરુ ઉપર જળનો અભિષેક કરતાં નારાયણોપનિષદનું પારાયણ કરશે. અનેક કુટુંબોમાં વૃક્ષપૂજનથી હૈયામાં હરિવરની હરિયાળી છવાઇ જશે. મોટામોટા મહેલથી માંડીને ગારમાટીથી લીપેલુ ઝૂંપડું પૂજનીય દાદાના પવિત્ર પ્રયોગથી વેદમંત્રોથી ગુંજી ઉઠશે. કાર્યક્રમ દેશના 20થી વધુ રાજ્યો અને 25થી વધુ દેશો ખાતે આજથી શરૂ થશે. સુરતમાં પણ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાશે.

જયશ્રીદીદી આઠવલે તળવલકરનો આજે જન્મદિવસ, સ્વાધ્યાય પરિવાર દ્વારા ઉજવણી

અન્ય સમાચારો પણ છે...