તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત દેશમાંવસેલા અગ્રવાલ બંધુઓની સંસ્થા અખિલ ભારતીય અગ્રવાલ સંગઠન દ્વારા

સુરત દેશમાંવસેલા અગ્રવાલ બંધુઓની સંસ્થા અખિલ ભારતીય અગ્રવાલ સંગઠન દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત દેશમાંવસેલા અગ્રવાલ બંધુઓની સંસ્થા અખિલ ભારતીય અગ્રવાલ સંગઠન દ્વારા રાષ્ટ્રીય વૈવાહિક અગ્રવાલ યુવક-યુવતિ પરિચય સંમેલનનું આયોજન તા.20 ઓગસ્ટના રોજ તાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. સંગઠનના રાષ્ટ્રીય મંત્રી રાજેશભાઇ ભારુકાએ જણાવ્યું કે, પરિચય સંમેલનમાં દેશના તમામ રાજ્યોના અગ્રવાલ યુવક-યુવતિઓ ભાગ લેશે. તમામ રાજ્યોના લોકો તેને લાભ લઇ શકે તે હેતુ પ્રદેશોનાં સંયોજન બનાવીને કાઉન્ટર ખોલવામાં આવ્યા છે. વિવાહ યોગ્ય યુવક-યુવતિઓએ www.agrawalvivahparichay.com પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રમેશ લોહિયાએ જણાવ્યું કે, પરિચય સંમેલનના મુખ્ય સંયોજક તરીકે વી.કે.અગ્રવાલ, સુશીલ તાયલ, ગિરીશ મિત્તલ રહેશે. સુરતના અગ્રવાલ બંધુઓ રુંગટા શોપિંગ સેન્ટર, વીઆઇપી રોડ વેસુ ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકશે. સુરતના વૈશ્ય અગ્રવાલ બંધુઓએ ને અપિલ કરવામાં આવી છેકે તમામ યુવક-યુવતિઓ વધારેમાં વધારે સંખ્યામાં પરિચય સંમેલનમાં ભાગ લે. રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ તા.30 જૂલાઇ નક્કી કરાઇ છે.

અખિલ ભારતીય અગ્રવાલ સંગઠન દ્વારા યુવક-યુવતી પરિચય સંમેલન યોજાશે

અન્ય સમાચારો પણ છે...