તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામેથી હુમલો કરો તો બતાવીએ કેવો જવાબ મળે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીબેનના પતિ રમેશભાઈને વિમાન દ્વારા સુરત લવાયા બાદ રીતે સારવાર માટે લઇ જવાયા હતા.

મારા બન્ને ભાઈ પ્રકાશભાઈ, પ્રમોદભાઈ ભાભીઓ હેમાબેન અને દક્ષાબેન તેમજ ભત્રીજો હાર્દીક 3 તારીખે દહાણુથી યાત્રાએ ગયા હતા. તેમની બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો પરંતુ બાબાની કૃપાથી પાંચેયનો જીવ બચી ગયો હતો અને તેઓ સહીસલામત પરત ફરી રહ્યા છે. > મીનાબેન રાજેશભાઈ ખીમાણ

મમ્મીને અમરનાથ જવાની ના પાડી હતી તેઓ પાડોશી લલીબેન સાથે પ્રવાસમાં જમવાનુ બનાવવા ગયા હતા. મારા પુત્રનો જન્મ દિવસે ફોન કર્યો ત્યારે છેલ્લી વાત થઈ. તેમણે કહ્યુ હતુ કે અમરનાથ જાવ છું ત્યાર બાદ વાત થઈ હતી. ગઈ કાલે તેઓ અમને છોડી ગયાની જાણ થઈ હતી. > મૃતક લક્ષ્મીબેનના પુત્ર મહેશ પટેલ

અમે પતિ-પત્ની તેમજ કાકા સસરા અને કાકી સાસુ ચાર જણા પ્રવાસમાં ગયા હતા. આંતકી હુમલો થયો ત્યારે લાગ્યું જાણે ફટાકડા ફુટતા હોય અને બાજુની શીટમાં બેસેલા ત્રણ જણા લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા. હુમલામાં મારા પતિને પગમાં ઈજા તેમજ કાકા સસરા રતિલાલનું મોત થયુ છે. > ભારતીબેન રમેશભાઈ પટેલ

ભાઈ-ભાભી અને ભત્રીજાનો બચાવ

પુત્રના જન્મ દિવસે છેલ્લી વાત થઇ

શ્રીનગરમાં છોકરાઓ સ્થાનીકો સાથે મજાક કરતા હતા અને કશ્મીર પાકીસ્તાનનું છે કે ભારતનું એવી મજાક કરતા હતા. જેથી મે તેમને સ્થાનીકો સાથે આવી વાત કરવા ટકોર પણ કરી હતી તેઓના મનમા શુ ચાલે છે તે આપણને શું ખબર પડે ત્યા ગોળીબાર શરૂ થયો મને અને મારા પતિને ગોળી વાગી હતી. > યોગીતાબેન ડોંગરે, દહાણુ

કાશ્મીર પાકિસ્તાનનું નહીં ભારતનું છે

શ્રીનગર પાસે અમારી બસમાં પંચર બનાવવામાં મોડુ થયુ શ્રીનગરથી િનકળ્યા અને મીલેટ્રીના ડ્રેસમાં બાઈક પર બે નકાબપોશોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ડ્રાઈવર સલીમભાઈ બસ મીલીટ્રી કેમ્પ સુધી લઈ જતા અમારો બચાવ થયો હતો. > મુકેશ વિઠ્ઠલભાઈ પટેલ, ક્લીનર

બે નકાબપોશોએ ગોળીબાર શરૂ કર્યો

શું કહે છે પિરજનો

ફટાકડા ફુટતા હોય તેવો અવાજ આવ્યો

અન્ય સમાચારો પણ છે...