તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્ઞાનદીપ વિદ્યાલયના સ્ટુડન્ટ્સ અંડર-14, અંડર-17 કેટેગરીમાં વિજેતા બન્યા

સિટી રિપોર્ટર | સુરત

ખેલમહાકુંભ અંતર્ગત સી.બી.ભંડારી સ્કૂલ ખાતે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં આભવાની જ્ઞાનદીપ વિદ્યાલયના ખેલાડીઓએ ત્રણ વિભાગમાં જીત હાંસલ કરી હતી. સ્પર્ધામાં કુલ 154 ખેલાડીઓએ ભાગ લીધો હતો,જેમાં અંડર-14, અંડર-17 અને 17 વર્ષથી વધુના સ્પર્ધકોમાં જ્ઞાનદીપ વિદ્યાલયના ખેલાડીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. સાથે એસ.ડી.જૈન સ્કૂલના ખેલાડીઓ ત્રણેય વિભાગમાં બીજા ક્રમે રહ્યા હતાં. સ્પર્ધાના વિજેતા અને રનર્સ અપ ખેલાડીઓ હવે જીલ્લા કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધામાં ભાગ લેશે.

યોગ સ્પર્ધામાં જ્ઞાનદીપના સ્ટુડન્ટ્સ વિજેતા થયાં

અન્ય સમાચારો પણ છે...