તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા શિક્ષકોને સન્માનિત કરાયા

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા શિક્ષકોને સન્માનિત કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંદીપની ઋષિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

સિટી રિપોર્ટર | સુરત

‘જેસમાજ શિક્ષકનું સન્માન કરે છે તે સમાજ ટકી રહે છે. શિક્ષણ વ્યવસ્થા સામે અનેક પડકારો છે પણ આપણે સૌએ ભેગા મળીને એનો હલ શોધવો પડશે.’ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સાંદીપની ઋષિ આજીવન શિક્ષક એવોર્ડ સમારંભ યોજાયો હતો, જેમાં વાત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાએ કહી હતી. કાર્યક્રમમાં સાંદીપની ઋષિ એવોર્ડ સર કે.પી કોલેજ ઓફ કોમર્સના પૂર્વ આચાર્ય ગોવિંદલાલ શાહને આપવામાં આવ્યો હતો. સાથે સાથે શિક્ષકોના વિશિષ્ટ પ્રદાનને નવાજવા માટે ડો.હીના ઓઝા, નિયતી વ્યાસ, વિરેશકુમાર ઠક્કરને સાર્વજનિક શિક્ષણ રત્ન એવોર્ડ અપાયો હતો. કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને રજનીકાંત મારફતિયા, મુખ્ય મહેમાન તરીકે યુનિવર્સિટીના કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તા અને આઈ.જે. દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં.

કે.પી.કોલેજનાં ગોવિંદ શાહને મળ્યો સાંદીપની એવોર્ડ

TEACHER\\\'s Day CELEBRATION

અન્ય સમાચારો પણ છે...