તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસિ. મિલકતમાં શો રૂમ શરૂ કરતાં સીલ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

સલાબતપુરામાંરેસિડેન્સીયલ હેતુસર વિકાસ પરવાનગી મેળવી કોમર્શિયલ શો રૂમનો વપરાશ કરાતા સેન્ટ્રલ ઝોને મિલ્કતને સીલ મારી બંધ કરી દીધી હતી.

પાલિકા દ્વારા વોર્ડ નં. 03 સલાબતપુરા ખાંગડ શેરીમાં આવેલ નોંધ 2348 વાળી મિલકતમાં હેતુફેર વપરાશના કારણે મિલ્કતને સીલ મારી બંધ કરવામાં આવી હતી. અગાઉ વિસ્તારનાં માલિક રમીન હાઝીરઝાક સાયા તથા અન્યો દ્વારા સેન્ટ્રલ ઝોનમાં રેસિડેન્સીયલ હેતુસર વિકાસ પરવાનગી મેળવી હતી. જે પરવાનગીની વિરૂધ્ધમાં મિલ્કતદાર દ્વારા મિલ્કતમાં હેતુફેર કરી કોમર્શિયલ શો રૂમનો વપરાશ શરૂ કરાયો હતો. અંગેની ફરિયાદ સેન્ટ્રલ ઝોનને મળી હતી. સેન્ટ્રલ ઝોને મિલ્કતદારને શો-કોઝ અને મનાઇ હુકમ નોટીસ બજાવવામાં આવી હતી. મિલ્કતદાર નોટીસને ધોળી ને પી ગયા હતા. મંગળવારે સેન્ટ્રલ ઝોને સલાબતપુરા પોલીસના બંદોબસ્ત સાથે મિલ્કતને સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. મિલ્કતદારો દ્વારા વિરોધ કરાયો હતો. પોલીસ બંદોબસ્તથી શાંતિપૂર્ણ માહોલમાં શો રૂમ સીલ કરવાની કામગીરી પૂર્ણ થઇ હતી. સેન્ટ્રલ ઝોનમાં સગરામપુરા નવી ઓલી શેરીમાં મિલ્કતદાર દ્વારા મંજૂરી વિરૂધ્ધ જાહેર ગલીમાં સ્લેબનું પ્રોજેકશન કાઢતા 60 ચો.ફુટનું ગેરકાયદે પ્રોજેકેશન દૂર કરી રૂા,20 હજાર વહીવટી ચાર્જ વસુલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...