શાળાઓમાં બેફામ ફી મામલે રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત શહેર જિલ્લા વાલી મંડળે સી.એમ.ને રજૂઆત કરી છે કે શહેરની ખાનગી શાળાઓ દ્વારા શિક્ષણ વિભાગના નીતિ-નિયમોને બાજુ પર મૂકી કેપીટેન ફી, કમ્પ્યુટર ફી, ગણવેશ ફી, સ્ટેશનરી ફી તેમજ વિવિધ પ્રવૃત્તિઓના નામે ડોનેશન સહિતની ફી વસૂલવામાં આવી રહી છે. ઉપરાંત સુરત શહેરની શાળાઓનાં મકાનો મોટા ભાગે નીતિ-નિયમ મુજબ બાંધકામની પ્લાન મંજૂરી વગરના અને ફાયર સેફટી વગરનાં છે. શાળામાં મેદાનો પણ નથી અને શાળાની મંજૂરી સમયે લેવામાં આવતી અનેક બાબતો ધ્યાને લીધા વગર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જેથી શાળાઓ સામે તપાસ કરી પગલાં લેવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...