• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 13.42 કરોડના ખર્ચે અલથાણમાં ગટર ઉભરાવાની સમસ્યા ઉકેલાશે

13.42 કરોડના ખર્ચે અલથાણમાં ગટર ઉભરાવાની સમસ્યા ઉકેલાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલથાણ ખાડીથી ડી-માર્ટ સુધીના વિસ્તારમાં આવેલી 40થી વધુ સોસાયટી વિસ્તારમાં રહેલા એક લાખ કરતા વધુ લોકો માટે નાંખવામાં આવેલી ગટરની લાઇન 30 વર્ષ જેટલી જુની થઇ ગઇ હોવાના કારણે તમામ લાઇનને 13.42 કરોડના ખર્ચે બદલવાનો નિર્ણય ગટર સમિતિમાં લેવામાં આવ્યો છે.પાલિકાની ગટર સમિતિની બેઠકની વિગત આપતા ચેરમેન સુધા નાહટાએ જણાવ્યું હતું કે અલથાણ ખાડીની આસપાસ આવેલ સોસાયટીમાં 500થી વધુ ઘર છે.

સોસાયટીમાંથી સમયાંતરે ગટર ઉભરાવાની ફરિયાદ કરતા હોય છે. 30 વર્ષ પહેલા નાખેલ ગટર લાઈન લાઇન અનેક જગ્યાએ તૂટી જવાથી સમસ્યા સર્જાતી હતી. તેના નિરાકરણ માટે 13.42 કરોડના ખર્ચે નવી ગટર લાઇન નાખવાનો નિર્ણય શુક્રવારની બેઠકમાં કરવામાં આવ્યો છે.

પીવાની લાઇનમાં ગટરનું પાણી નહિ ભળે

અનેકજગ્યાએ લાઇન તૂટી પણ જતી હોવાથી અલથાણ ખાડીથી ડી-માર્ટ સુધીના વિસ્તારમાં રહેતા લોકોને પીવામાં આવતાં પાણીમાં ગટરનું ગંદું પાણી ભળી જતુ હતું. વિસ્તારના લોકોના સ્વાસ્થય પણ બગડવાની શકયતા હોવાથી તાત્કાલિક ગટરની લાઇન બદલવાનો નિર્ણય લેવાયો છે.

લાઇનપસાર કરવા લોખંડનો બ્રિજ બનાવાશે

નવીગટર લાઇનનું 75 ટકા કાર્ય પૂર્ણ થયું છે. અહીં નીકળતા ગંદાં પાણીને કરંજ સુએઝ પંપિંગ સ્ટેશન સુધી લઇ જવાની વ્યવસ્થા હોવાથી વરાછા ખાડી બ્રિજની બાજુમાં લોખંડની એંગલની મદદથી બ્રિજ બનાવાશે. બ્રિજ પરથી ગટરની લાઇન પસાર કરીને કરંજ પંપિંગ સ્ટેશન સુધી લઇ જવાશે.

ગટર સમિતિમાં 30 વર્ષ જૂની લાઇન બદલવાનો નિર્ણય લેવાયો, આજુબાજુના 1 લાખ લોકોને હાશકારો થશે

અન્ય સમાચારો પણ છે...