• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પાલનપુર ગામ રાજહંસ એપલ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં વન ડે

સુરત |પાલનપુર ગામ રાજહંસ એપલ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં વન ડે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાલનપુર ગામ રાજહંસ એપલ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં વન ડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડાતો હોવાની ક્રાઈમબ્રાંચને બાતમી મળી હતી. જેના આધારે ગૂરૂવારે પાડેલા દરોડા દરમિયાન જીતેન્દ્ર જેરામભાઈ ખત્રી, શાંતુ ગણેશ બાલા (બંને રહે. રાજહંસ એપલ) રોહીત ઠાકોરદાસ મખીજા (રહે. મંગલપુષ્પ એપાર્ટમેન્ટ, પાલ રોડ), અજય શુભકરણ જૈન (રહે.રાજ રેસીડન્સી, પરવતપાટીયા) અને મુકેશ મોતીભાઈ કેશવાની (રહે.સંત તુકારામ સોસાયટી, પાલનપુર જકાતનાકા)ને ઝડપી પાડ્યા હતા. જીતેન્દ્ર અને શાંતુ લોકોને બોલાવી ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી વન ડે મેચ પર સટ્ટો રમાડતા હોવાનુ બહાર આવ્યુ હતું. જેથી પોલીસે પાંચેયની ધરપકડ કરી હતી. પોલીસે દરોડા પાડવાની સાથે ફ્લેટમાંથી એક ટીવી, 2 લેપટોપ, 21 ફોન તેમજ રોકડા રૂ.31,800 અને સટ્ટાની નોટબુક સહીત કુલ રૂ.2,78,800નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપોરમાં ક્રિકેટ-સટ્ટો રમાડતાં 5 ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...