• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાંચ રસીનો કોર્સ કર્યો છતાં નાનપુરાના વૃદ્ધને હડકવા !

પાંચ રસીનો કોર્સ કર્યો છતાં નાનપુરાના વૃદ્ધને હડકવા !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનપુરાનાએક વૃધ્ધને કૂતરું કરડ્યા બાદ હડકવા વિરોધી 5 રસીનો કોર્ષ કરવા છતાં મહિના બાદ તબિયત બગડતાં વિવિધ રિપોર્ટમાં હડકવા થયો હોવાનું નિદાન થયું હતું. તેમને સિવિલ લવાતાં મેડિકલ ઓફિસરે પાણી ભરેલી બોટલ બતાવતાં ડરના માર્યા ધમાલ કરતાં વૃધ્ધને હાઈડ્રો ફોબિયા જણાતા હડકવાની ખાત્રી થઈ હતી.

નાનપુરાના ખાખી બાવા સ્ટ્રીટમાં રહેતા મગન ભીખા રાઠોડ (73)ને ગત 8મી ફેબ્રુઆરીએ કૂતરું કરડ્યું હતું. તેથી જૂની સિવિલમાં દવા લીધી હતી. 8 ફેબ્રુઆરીથી 8મી માર્ચ સુધીમાં તેમણે પાંચેક ઈન્જેકશન લીધા હતાં. પરંતુ ગત રોજ ગુરુવારે તેમની તબિયત લથડી ગઈ હતી ગભરામણ થવા સાથે કુદકા મારવા માંડ્યા હતાં. સારવાર માટે સુરત જનરલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં એકસ રે સી ટી સ્કેન બાદ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને હડકવા હોવાનુ નિદાન થયું હતું. જેથી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

સારવારકરનારા સ્ટાફે પણ લેવું પડશે પ્રિકોશન : મગનભાઈનેહાલ નવી સિવિલ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર માટે સમગ્ર સ્ટાફે હડકવા વિરોધી રસી લઈને સારવાર કરવાની ફરજ પડી છે. ત્યારે સવાલ ઉભા થયા છે કે, જ્યારે આધેડે ટ્રીટમેન્ટ અગાઉ કરાવી તેમ છતાં તેને કેમ ફરીથી હડકવા થયો. રસીમાં કંઈ ખામી હતી કે પછી સારવારમાં અનેક પ્રશ્નો સર્જાયા છે.

મહિના બાદ એકાએક તબિયત બગડી

અન્ય સમાચારો પણ છે...