• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દરિયામાં સાવરકર અખિલ ભારતીય તરણ સ્પર્ધામાં સુરતના યુવકે મેદાન માર્યું

દરિયામાં સાવરકર અખિલ ભારતીય તરણ સ્પર્ધામાં સુરતના યુવકે મેદાન માર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરબી સમુદ્રમાં રવિવારે યોજાયેલ 30મી વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાઇઓમાં ગુજરાત (સુરત) નાં શિવમ બી જેઠુડી ૫ કલાક 43 મીનીટ અને 49 સેકન્ડનાં સમય સાથે અને બહેનોમાં મોનીકા એમ નાગપુરે 4 કલાક 14 મીનીટ અને 15 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયા હતા. ભાઇઓ માટે આ સ્પર્ધા ચોરવાડથી વેરાવળ બંદર 21 દરિયાઇ નોટીકલ માઇલ અને બહેનો માટે આદ્રીથી વેરાવળ બંદર 16 દરિયાઇ નોટીકલ માઇલ સુધીની આ સ્પર્ધામાં ભાઇઓમાં દ્રિતીય સ્થાને સેલર સંપન્ન આર. (મહારાષ્ટ્ર) 6 કલાક 1 મીનીટ અને 8 સેકન્ડ તૃતિય સ્થાને સેલર કરણ ડી. (ગુજરાત) 6 કલાક 10 મીનીટ અને 3 સેકન્ડ તેમજ બહેનોમાં ડોલ્ફી બી. સારંગ (ગુજરાત) 4 કલાક 38 મીનીટ અને 43 સેકન્ડ તથા તૃતિય સ્થાને પ્રભુ નીકિતા એલ. (મહારાષ્ટ્ર) 4 કલાક 41 મીનીટ અને 44 સેકન્ડનાં સમય સાથે વિજેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...