• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બોગસ સનદ પર પ્રેક્ટિસ કરતા 2 વકીલ સામે ફરિયાદ નોંધાશે

બોગસ સનદ પર પ્રેક્ટિસ કરતા 2 વકીલ સામે ફરિયાદ નોંધાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજ્યના તમામ એડ્વોકેટના સર્ટિફિકેટની ચકાસણી કરી રહી છે. જેમાં વડોદરા અને સુરતમાં 3 વર્ષથી પ્રેક્ટિસ કરતા બે વકીલોની માર્કશીટો બોગસ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બાર કાઉન્સિલના ઇન્ચાર્જ સેક્રેટરી પી.પી.પરમારે આ અંગે જણાવ્યું હતું કે, સુરતના ભાઇલાલ વૈષ્ણવે ડિસેમ્બર 2015માં બાર કાઉન્સિલમાં ઝાંસીની બુંદેલખંડ યુનિ..ની માર્કશીટ રજૂ કરી સનદ મેળવી 3 વર્ષથી પ્રક્ટિસ કરે છે. બાર કાઉન્સિલે વૈષ્ણવની માર્કશીટોની ચકાસણી કરાતા તે બોગસ હોવાનું બહાર આવ્યું હતું. બાર કાઉન્સિલના એડ્વોકેટ પ્રકાશ પટેલે આ બન્ને જણા વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...