એ તો બધું ચાઇલા કરે..

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંઇપણ હોય, સુરતીઓને ઉત્સવ મનાવવા જોઇએ. સુરતીઓની ખાસિયત છે કે એ કોઇપણ દિવસને તહેવારમાં બદલી શકે. આમ પણ આખું સુરત જાણે દિવાળી મનાવી રહ્યું એમ ઝગમગી રહ્યું છે..! શિસ્તમાં, ટાઇમ ટેબલમાં બંધાઇ જવાનું સુરતીઓને ફાવે નહીં. ભલે દોડવા જવાનું હોય..સુરતીઓ ટહેલતાં-ટહેલતાં જ આવે..!! 21 કિમીની દોડમાં દોડનારા પલક દેસાઇ સિટી ભાસ્કરને કહે છે કે, ‘મારા આખા ગ્રુપે 21 કિમી દોડમાં ભાગ લીધો છે. પણ, અમે કંઇ 21 કિમી દોડવાનાં થોડા? વાતો કરતાં-કરતાં એટલું ચાલી નાંખહું..!! હર્ષ ગાંધી કહે છે કે, હું રનર નથી-દોડવાનું તો દૂર, રોજ ચાલતો પણ નથી. ફ્રેન્ડઝ ભાગ લેતા હતા તો આપડે બી લઇ લીધો..ચાલી નાંખહું એમાં હું..!! મેરેથોન શરૂ થઇ ગઇ પણ સુરતીઓ સેલ્ફી લેવામાં બિઝી હતા, એનાઉન્સમેન્ટ થયું ત્યારે બોલ્યા, ‘એ તો બધું ચાઇલા કરે..!’

બધું ચાલે...21 કિમી જ છે ને..એમાં હું, એ તો ચાલી નાંખહુ..!
અન્ય સમાચારો પણ છે...