બધું થઇ રેહે બે..

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
42 કિમી દોડવું એ આસાન વાત તો નથી જ હોતી !! રોજનું દસ કિમી દોડી શકનારા રનર્સ જ 42 કિમી દોડી શકે છે. મેરેથોનમાં દોડવા આવેલા સુરતીઓને જોઇને લાગી રહ્યું હતું કે એમણે દોડવા માટે કોઇ જ પ્રેક્ટિસ કરી ન્હોતી. કેટલાક રનર્સ 4-5 કિમી દોડ્યા એ પછી હજી 35-36 કિમી દોડવાનું બાકી છે, એની ચિંતામાં પડ્યા. ત્યારે સાથે દોડી રહેલા બીજાઓએ અસ્સલ સુરતી ભાષામાં કહ્યું, એ તો થઇ રેહે બે..તું તારે દોઇડે રાખ..!! તો કોઇ મસ્તીમાં બોલ્યું, ‘આટલું દોઇડો એ જ બો છે..થાકે તો બેહી જવાનું એમાં હું..?!’

4 કિમી દોડ્યા પછી ચિંતા થઇ, હજી 36 બાકી!! કોઇ બોલ્યું, ‘એ તો દોડાઇ રેહે!’
અન્ય સમાચારો પણ છે...