સુરતીઓ સ્વતંત્ર મિજાજ માટે પણ એટલાં જ જાણીતા છે. એ એકબીજાનું અનુકરણ કરવામાં માનતા નથી. ઘરેથી જો એવું નક્કી કરીને આવ્યા હોય કે, ‘આપડે મેરેથોન જોવાની જ..તો દુનિયા ઉપરથી નીચે થઇ જાય..એ દોડે તો નહીં જ..! મેરેથોન શરૂ થઇ પછી દોડી રહેલા ઉત્સાહી રનર્સે-મેરેથોન જોવા આવેલા અને ચિચીયારીઓ પાડીને સેલ્ફી લેતા સુરતીઓને કહ્યું...દોડો..દોડો...ત્યારે સેલ્ફી લેતા સુરતીઓએ હસતાં-હસતાં કહ્યું, ‘એની માને..તું દોઇડા કર ને..!!’
દોડો... જવાબમાં કહ્યું, ‘તારુ હું ગયું?’