• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાંડેસરામાં મિલમાં કેમિકલથી દાઝી જતા યુવકનું મોત

પાંડેસરામાં મિલમાં કેમિકલથી દાઝી જતા યુવકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરા મિલમાં કામ કરતી વખતે બે લોકોના મોત થયા છે. પાંડેસરા ગણેશ નગર ખાતે રહેતા રવિન્દ્રભાઈ સાધુ યાદવ(30) પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલી પ્રતિભા ફેબ્રીકેશન મિલમાં કામ કરતા હતા. શુક્રવારે મોડી રાત્રે કામ કરતી વખતે અકસ્માતે કેમિકલ ઉડતા દાઝી ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ શનિવારે બપોરે તેમનું મોત નિપજ્યું હતું.

આવા જ અન્ય એક બનાવમાં પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સિલ્ક સીટી નવીન ફ્લોરિન કોલોનીમાં રહેતા વિક્રમભાઈ ગણપતભાઈ રાય(24) નવીન ફ્લોરિન કંપનીમાં દાદર પરથી પડી જતા તેમને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમનું મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...