ભાડાના મકાનમાંથી દારૂની હોમ ડિલિવરી, 3 પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર. સુરત | શહેરના રૂસ્તમપુરામાં ભાડાના મકાનમાં દારૂ રાખી ગ્રાહકોને હોમ ડીલીવરી આપતા ત્રણને પોલીસે પકડી પાડી 2 મોપેડ, 6 મોબાઈલ સહિત દારૂનો જથ્થો મળીને રૂ. 89,700 નો મુદામાલ કબજે કર્યો છે.

રૂસ્તમપુરાના ઘરમાંથી ધંધો ચાલતો
રૂસ્તમપુરા હીલ્સ નર્સરીની બાજુમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે ફલેટ નાનપુરા માછીવાડના જૈનીશ કહારે ભાડે લીધો હતો. આ ફલેટમાં તેણે ત્રણ માણસો રાખ્યા હતા. આ માણસો જૈનીશના કહેવાથી એક્ટિવા મોપેડ પર જઈને ગ્રાહકોને દારૂની હોમ ડિલિવરી કરી આવતા હતા. સલાબતપુરા પોલીસે રેડ પાડી ત્યારે ફલેટમાંથી રૂ.48,200નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ફલેટમાં રહેતા અલ્પેશ સંજય શાહ, તેજસ ગુણવંત રાઠોડ(રહે,લાપસીવાલાની ચાલ, રૂદરપુરા,માછીવાડ) અને હ્રિતીક શૈલેષ કહાર (રહે, કુવાવાડી,નાનપુરા)ની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો ધંધો કરનાર બુટલેગર જૈનીશ કહાર ભાગી જતા ભાગેડુ જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...