• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શનિવારી બજારમાં ધંધો કરવો હોય તો અમને હપતો આપવો જ પડશે

શનિવારી બજારમાં ધંધો કરવો હોય તો અમને હપતો આપવો જ પડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જો તમારે શનિવારી બજારમાં ધંધો કરવો હોય તો દર મહિને હપ્તાની રકમ અમને ચૂકવવી જ પડશે, તેમ કહી એક મહિલા સહિત ચાર માથાભારે યુવાનોએ ધમકી આપી હોવાની ફરિયાદ અઠવાલાઈન્સ પોલીસ મથકમાં નોંધાઈ છે. દિવ્ય ભાસ્કરમાં આ હપ્તાખોરીનો પર્દાફાશ 12મી ફેબ્રુઆરીએ કરાયા બાદ આ કાર્યવાહી કરાઇ છે.

શનિવારી બજારમાં ધંધો કરતા મોસીનખાન સલીમખાન પઠાણ (ઉ.વ.30, રહે: કાદરશાની નાળ, જમાલશા મહોલ્લો, નાનપુરા)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 24મીએ સવારે સવા છ વાગ્યે તેમની અને અકબરખાન તુફેરખાન પઠાણની પાસે કનૈયો, પ્રકાશ લાલા, વિક્કી અને મીનાક્ષી કોઢવાળા આવ્યા હતા. જે ચારેયે શનિવારી બજારમાં ધંધો કરવો હોય તો દર મહિને હપ્તાની રકમ આપવી પડશે, તેવી વાત કરી ધંધો બંધ કરાવી દીધો હતો. એટલું જ નહીં, પણ જો અમને પૈસા આપ્યા વગર ધંધો શરૂ કર્યો તો, જાનથી મમારી નાખીશું, તેવી ધમકી આપી હતી. ગાળો ભાંડી માર પણ માર્યો હતો. માથાભારે તત્ત્વો આ રીતે રીતસરની દાદાગીરી સુધી પહોંચી ગયા એ વાત પોલીસ સુધી પહોંચી છે ત્યારે પોલીસે તમામને પકડી પાડી તમામને કાયદાનું ભાન કરાવવાની તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પોસઈ એમ.વી. રાઠોડ કરી રહ્યા છે.

એક મહિલા સહિત 4 માથાભારે સામે અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
અન્ય સમાચારો પણ છે...