‘તાજમહેલ’ થીમ પર ગાર્મેન્ટ્સ તૈયાર થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4 મોર્ડનવેર | દિનલપારીખે મોર્ડન ઇન્ડો વેસ્ટર્ન વેર બનાવ્યા હતા. જેમાં તેમણે ઈન્ડોવેસ્ટર્ન પર જેકેટનું કોમ્બિનેશન કરી તેને મોર્ડન ટચ આપ્યો હતો. જેમાં તેમણે નેટના ચણીયા પર મશીન વર્ક કરી તેના પર રો-સિલ્કનું જેકેટ બનાવ્યું હતું.

2 ઘાઘરાચોલી | ભુમિકાકાણીએ ટાપેટા સિલ્ક અને જ્યોર્જેનો ઉપયોગ કરીને ઘાઘરા ચોલી બનાવ્યા હતાં, જેમાં એમણે બ્લાઉઝ પર કાશ્મીરી વર્ક કર્યું છે અને સિલ્કના ઘાઘરા સાથે જ્યોર્જેટના દુપટ્ટાનું કોમ્બિનેશન કર્યું હતું

3 થ્રીલેયર ઈન્ડોવેસ્ટર્ન | કોલેજનીસેકન્ડ યરની વિદ્યાર્થિનીએ સાર્ટીન અને બ્રોકેટ ફેબ્રિક્સનો ઉપયોગ કરી થ્રી લેયર ઈન્ડોવેસ્ટર્ન તૈયાર કર્યું હતું, જેમાં સ્ટુડન્ટ્સે સાર્ટીનના ઘાઘરા સાથે એમ્બ્રોડરી નેટ અને બ્રોકેટનું મિક્સિંગ કર્યું હતું

1 ક્રિસમસગાઉન | કોલેજનીથર્ડ યરની વિદ્યાર્થિની હેમાંગીની પરમારે તાજમહેલ થીમ પર પાર્ટીવેર ગાઉન બનાવ્યું હતું. જેમાં તેમણે વ્હાઈટ નેટનો ઉપયોગ કરી તેને ક્રિસમસ ગાઉનનો કન્સેપ્ટ આપ્યો હતો.

સિટી રિપોર્ટર @srt_cbસુરતનીયુનિવર્સલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનના ફેશન ડિઝાઈનીંગના સેકન્ડ યર અને થર્ડ યરના વિદ્યાર્થીઓએ Gઇન્ડો વેસ્ટર્ન વેર બનાવ્યા હતા. જેમાં એમણે ટ્રેડિશનલ, ઈન્ડોવેસ્ટર્ન અને તાજમહેલ થીમ પર ગાર્મેન્ટ્સ ડિઝાઈન કર્યાં હતા. સ્ટુડન્ટ્સે જ્યોર્જેટ, સિલ્ક, નેટ જેવા વિવિધ ફેબ્રિક્સનો ઉપયોગ કરી તેના પર જાતે સ્ટીચ કરી હેન્ડ વર્ક કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...