તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાંડેસરા ડુંડી ગામે ખાડીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

પાંડેસરા ડુંડી ગામે ખાડીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરા ડુંડી ગામ પાસે ખાડીમાંથી અજાણ્યા યુવકની અર્ધકોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી. પાણીમાં ડુબી જવાથી યુવકનું મોત નિપજ્યું હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે.

પાંડેસરા ડુંડી ગામની સીમમાં સીઈટીપી પ્લાન્ટના ગેટ પાસે ખાડી માંથી એક અજાણ્યા આશરે 40 વર્ષીય યુવકની લાશ મળી આવી હતી. ત્યાંથી પસાર થતા ડુંડી ગામના રહીશ મનસુખભાઈ છનાભાઈ પટેલને દુર્ગંધ આવતા તેમણે ખાડીમાં તપાસ કરી હતી. જેમાં તેમણે અજાણ્યા યુવકની લાશ દેખાતા તેમણે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ કબ્જે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી યુવકની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે. યુવકનું ખાડીના પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...