• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુનીલ પાલ MYFMના જલસારથમાં ‘રતનનૂરા’ સાથે એક્ટ પર્ફોમ કરશે

સુનીલ પાલ MYFMના જલસારથમાં ‘રતનનૂરા’ સાથે એક્ટ પર્ફોમ કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃણાલ મેડી સંગીતના તાલે સુરતીઓને જલસો કરાવશે

જલસાઓથીભરપુર જલસારથની એક્ટિવિટીમાં સુનીલ પાલની સાથે ડો.સંકેત ભોંસલે પણ પફોર્મન્સ આપશે. ડો. સંકેત ભોંસલે લાફ ઇન્ડિયા લાફ , કોમેડી નાઈટસ વીથ કપિલ જેવા શોમાં આવી મનોરંજન આપે છે અને માયએફએમના કોમેડી સ્પારક્લર ‘ભાઈ કી ડીજીટલ ડાયરી’માં પણ સલમાન ખાનના અવાજની મિમિક્રી કરી આપણને હસાવે છે. હાસ્યરથની સાથે સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતી કલાકાર મૃણાલ મેડી સુરતીઓને સંગીતના તાલે જલસો કરાવશે.

વખતે નવા એક્ટ સાથે સુરત આવી રહ્યો છું : સુનીલ પાલ

સુનીલપાલ ધી ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જના સ્પર્ધક રહી ચુક્યા છે. સુનીલ ખાસ કરીને સુનીલ શેટ્ટી, નાના પાટેકર, સની દેઓલ જેવા કલાકારોની મિમિક્રી કરવા માટે જાણીતા છે. માયએફએમની ટીમ સાથે વાત કરતા સુનીલ પાલે કહ્યું હતું કે ‘સુરત ઘણી વાર આવી ચુક્યો છું અને જ્યારે પણ આવ્યો છું ત્યારે મારો અનુભવ ખુબ યાદગાર રહ્યો છે. વખતે પણ ઘણી બધી નવી એક્ટ સાથે સુરત આવું છું અને રતનનુરાનું નવું નજરાણું સુરતને આપીશ.

સિટી રિપોર્ટર @srt_cb



MYFMસુરત શહેરમાં સફળ 10 વર્ષ પુરા કર્યાં છે, જેની ઉજવણી અંતર્ગત MYFM સુરતીઓ માટે લઇને આવ્યું છે જલસા રથ. જેની પ્રથમ એક્ટિવિટીના ભાગરૂપે ‘હાસ્યરથ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ 1લી જુલાઇએ સંજીવકુમાર ઓડિટોરીયમમાં થશે, જેમાં સુનીલ પાલ સુરતીઓને એમના ફિક્શનલ કેરેક્ટર ‘રતનનૂરા’થી હસાવશે. કાર્યક્રમના પાસ જીતવા અને વધુ અપડેટ માટે 94.3 માયએફએમ સાંભળતા રહો અને માયઆરજે પ્રતીક્ષા , ધ્વની અને મિહિરની સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર જોડાઓ. જલસા રથની એક્ટિવિટીમાં મેગાસિટી ટાઉનશીપ, વિજય ડેરી, કલામંદિર જ્વેલર્સ, કે.એ. ગ્રુપ ઓફ કંપની, સીલીકોન હ્યુન્ડાઈ, સ્પેકટ્રા ઇમિગ્રેશન એન્ડ ઇન્ટરનેશનલ ગ્રુપ, બ્યુટી એન્ડ કર્વસ, ધનહર મસાલા અને સુરત મ્યુનિ.કોર્પોરેશન માયએફએમના ભાગીદાર છે. તો સુરત જલસારથ પર સવાર થવા માટે તૈયાર થઇ જાઓ.