• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નવો નિયમ : સ્પર્ધાનું ફોર્મ આખું ભરશો તો નાટક છેલ્લા દિવસે ભજવવા મળશે

નવો નિયમ : સ્પર્ધાનું ફોર્મ આખું ભરશો તો નાટક છેલ્લા દિવસે ભજવવા મળશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતમહાનગર પાલિકા દ્વારા સપ્ટેમ્બર મહિનામાં 45મી નાટ્ય સ્પર્ધાનું આયોજન સંજીવકુમાર ઓડિટોરીયમમાં કરવામાં આવશે.હાલ નાટ્ય્ સ્પર્ધાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. સુરતની નાટ્ય સંસ્થાઓ નાટ્ય સ્પર્ધાના ફોર્મમાં તમામ વિગતો ભરતા નથી. જેમાં ખાસ કરીને નાટકનુંનામ, નાટકના દિગ્દર્શક નામ પાછળથી જાહેર કરવાનું કહેવામાં આવે છે. પરંતુ વર્ષે નાટ્ય સ્પર્ધામાં એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જે નાટ્ય સંસ્થા ફોર્મમાં તમામ વિગતો ભરશે તે સંસ્થાને છેલ્લે નાટક ભજવણી કરવાનો ચાન્સ આપવામાં આવશે. જે સંસ્થા તમામ વિગતો ભરશે નહીં તેનો ડ્રો કરવામાં આવશે અને ત્યાર બાદ નંબર પ્રમાણે નાટક ભજવણી કરવાની રહશે. સાંસ્કૃતિક સમિતિનાં મેનેજર એસ.આર.ખાને સિટી ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, વર્ષે જે નાટ્યસંસ્થા ફોર્મમાં પૂરી વિગતો ભરશે, એને છેલ્લે નાટકની ભજવણી કરવા દેશે, જેથી એમને રિહર્સલ માટે વધારે દિવસો મળી રહે.
અન્ય સમાચારો પણ છે...