• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્પીચ આપો ત્યારે કન્ટેન્ટની સાથે પહેરવેશ પર ફોકસ કરો

સ્પીચ આપો ત્યારે કન્ટેન્ટની સાથે પહેરવેશ પર ફોકસ કરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાછાનાં જે.સી.આઇ સમ્રાટ ક્લબ દ્વારા ઇફેક્ટીવ પબ્લિક સ્પીકિંગ વિષય પર સેમિનાર યોજાયો

સિટી રિપોર્ટર @srt_cb



‘જ્યારેતમે વક્તવ્ય આપી રહ્યાં હોવ અને બોલતાં-બોલતાં અટકી જાવ ત્યારે મુદ્દાને યાદ કરવાની કોશિષ કરવાને બદલે પછીનાં મુદ્દા પર ફોકસ કરી લો…તમે વચ્ચે અટકશો નહીં. સ્પીચ આપતી વખતે તમારો પહેરવેશ પણ અગત્યનો છે’ વાત વરાછાની જે.સી.આઇ. સમ્રાટ ક્લબ દ્વારા યોજાયેલા એક સેમિનારમાં અશોક ગુર્જરે કહી હતી. એમણે ઇફેક્ટીવ સ્પીચ કઇ રીતે આપી શકાય વિશે વાત કરી હતી. એમણે જણાવ્યું કે-વક્તવ્ય આપો ત્યારે એની પૂર્વ શરત તમારો આત્મવિશ્વાસ હોય છે.

અશોક ગુર્જરે કહ્યું કે, ‘સોથી પહેલાં તો તમારા પહેરવેશ પર ફોકસ કરો. સ્પીચ આપવાની હોય ત્યારે તમે શું પહેર્યું છે સૌથી વધારે મહત્વનું છે. તૈયારી વિના વક્તવ્ય આપવાનું અવોઇડ કરો. બેથી ત્રણ વખત વક્તવ્યની પ્રેક્ટિસ કરો, પછી બોલો.’

અન્ય સમાચારો પણ છે...