• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્વિફ્ટ કારની માંગણી કરી પરિણીતાને કાઢી મૂકાઈ

સ્વિફ્ટ કારની માંગણી કરી પરિણીતાને કાઢી મૂકાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમંગભેરલગ્ન પ્રસંગ પૂર્ણ કર્યો અને હજુ તો નવોઢા સાસરિયાના પરિવારની કાર્યપદ્ધતિથી વાકેફ થાય તે પૂર્વે એટલે કે લગ્નના સાતમા દિવસથી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. હદ તો ત્યારે થઈ કે જ્યારે સાસરિયાઓએ કહ્યું તને કોઈ સંતાન નથી થતાં તો રાખીને શું કરવુંω એમ કહી દહેજમાં સ્વિફ્ટ કારની માગણી કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.

ગોપીપુરામાં લલ્લુજી મંદિરની સામે નંદશંકરની શેરીમાં રહેતા આશીષભાઈ જિતેન્દ્રભાઈ મુકરજીની પુત્રી મુનમુન (ઉ.વ.38)નાં લગ્ન ચાર વર્ષ પૂર્વે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા સુમન બરુનચંદ્ર દેશકર સાથે થયાં હતાં. લગ્ન પછી તુરંત પતિ, સાસુ રત્ના અને સસરા બરુનચંદ્ર દેશકરે શારીરિક માનસિક ત્રાસ આપવાનો પ્રાંરભ કર્યો હતો. છેલ્લે તને સંતાન નથી થતા તો રાખીને શું કરવુંω એમ કહી પિતાજીને ત્યાંથી સ્વિફ્ટ કાર લાવવાનું કહી ઘરમાંથી મારીને કાઢી મૂકી હતી. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી અને કન્ટેનરના બિઝનેસ સાથે સંકળાયેલા દેશકર પરિવારને પકડી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

તને સંતાન નથી થતાં, રાખીને શું કરવું?

અન્ય સમાચારો પણ છે...