• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભાઠેનામાં એસિડ ભરેલું ટેન્કર પલટતાં લીકેજથી અફરાતફરી

ભાઠેનામાં એસિડ ભરેલું ટેન્કર પલટતાં લીકેજથી અફરાતફરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાઠેનાબિસમિલ્લાહ રોડ તરફ બીઆરટીએસ કેનાલ રોડ પર વહેલી સવારે એક એસિડ ભરેલું ટેન્કર ચાલકે ઢાળ ઉતરતાં વચ્ચે આવેલી કારને બચાવવામાં ટર્ન મારતાં કાબુ ગુમાવી દેતાં 10 હજાર લિટર એસિડ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ટેન્કરના મુખ્ય વાલમાં તિરાડ પડતાં જલદ એસિડ પણ લીકેજ થવા માંડતા રસ્તા પર એસિડ પડતાં અને તીવ્ર દુર્ગંધી અફરાતફરી ફેલાઈ ગઈ હતી. આસપાસના વાહન ચાલકો રાહદારીઓના જીવ પડીકે બંધાઈ ગયા હતાં. તો અકસ્માતમાં ડ્રાઈવર-ક્લિનરને સામાન્ય ઈજા પહોંચી હતી. ફાયર બ્રિગેડનો કાફલો તુરંત પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

અંકલેશ્વર જીઆઈડીસીની કિંગ એસિડ એન્ડ કેમિકલ કંપનીનું એસિડ ભરેલું ટેન્કર નંબર જીઆરઆર 7497ની માલિક કૌશિલ પટેલ સુરત ખાતે ડિલિવરી અર્થે મોકલ્યુ હતું. રવિવારે સવારના 6 વાગ્યાના સુમારે પરવત પાટિયાથી ઉધના તરફ જતાં બીઆરટીએસ કેનાલ રોડ પર ઓવરબ્રિજ ઉતરતાં ભાઠેના બિસમિલ્લાહ રોડ પાસે વચ્ચે સફારી કાર આવી જતાં તેને બચાવવામાં ટેન્કર ટર્ન મારવા જતાં પલટી ગયું હતું. અકસ્માતમાં ટેન્કર પર વાલમાં એક ફૂટ જેટલી તિરાડ પડતાં તેમાંથી જલદ એસિડ લીકેજ થવા માંડ્યું હતું. રોડ પર એસિડ ફેલાવા માંડતા અને તેની તીવ્ર દુર્ગંધથી ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ડેપ્યુટી સીએફઓથી લઈ ફાયર ઓફિસરોનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને રસ્તા પર લીકેજ થયેલા એસિડ પર પાણી મારો ચાલુ કરી દીધો હતો બે ક્રેન વડે ટેેન્કરને રસ્તાની બાજુએ ખસેડી રસ્તો ચાલુ કર્યો હતો.

કારને બચાવવામાં ટર્ન લેતાં ટેન્કર પલટી મારી ગયું

એસિડ બીજા ટેન્કરમાં ખાલી કરવાનું કામ 8 કલાક ચાલ્યું

8 ટન એસિડ ભરેલા ટેન્કરને ખાલી કરવા એક્સપર્ટની ટીમ કામે લાગી

એસિડભરેલા ટેન્કરમાં 8 થી 10 હજાર લિટર જલદ એસિડ હતું. ક્રેન વડે ઉંચકવા જતાં ટેન્કરની ચેસીસ જુની હોવાથી બેન્ડ વળી જતી હતી. તેથી એસિડને ખાલી કરવાની ફરજ પડી હતી. તે માટે એક્સપર્ટની એક ટીમ આવી હતી. એક તરફ ફાયરની ટીમ લીકેજ એસિડની જલદતા ઘટાડવા માટે પાણીનો મારો ચાલુ રાખ્યો હતો સાથે એક્સપર્ટની ટીમ વેક્યુમ પંપ થકી એસિડને અન્ય ટેન્કરમાં ભરવા માંડ્યા હતાં. કામગીરી સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...