એશિયન સ્ટારના કર્મીઓનો હોબાળો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વરાછા ખાન બજાર સ્થિત એશિયન સ્ટાર હીરા કંપનીના એક રત્નકલાકારે જણાવ્યું હતું કે, કંપની છેલ્લા કેટલાક સમયથી ઓછું કામ આપી રહી છે. જેને કારણે પગાર ઓછો મળી રહ્યો છે. આમ ઓછા પગારને કારણે બાળકોની સ્કૂલની ફી, ઘર ભાડાં, લાઈટ બિલ, ગેસ બિલ અને કરિયાણા સહિતની ચીજવસ્તુની જરૂરિયાત સંતોષાઈ તેમ ના હતી. જેથી અમે તમામ રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા હતા.