• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડાંગમાં મેઘમહેર : વઘઈમાં 8 કલાકમાં પોણા ઈંચ વરસાદ

ડાંગમાં મેઘમહેર : વઘઈમાં 8 કલાકમાં પોણા ઈંચ વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિરિમથકસાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં મૌસમમાં પહેલીવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા લોકોમાતાઓ જીવંત બની બંને કાંઠે વહેતી થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.

ગિરિમથક સાપુતારા સહિત વઘઈ, કાલીબેલ, પિંપરી, આહવા, સુબીર વિસ્તારમાં શનિવારે મળસ્કે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મૌસમમાં પ્રથમ વખત સતત વરસી પડેલા મેઘરાજાના પગલે જિલ્લાની લોકમાતા અંબિકા,પૂર્ણા, ખાપરી, ગીરા નદીઓ બંને કાંઠે વહેતી થતા જીવંત બની ગઈ હતી. કેટલાક દિવસોથી વરસાદની રાહ જોતા જગતનો તાત ખુશીથી ઝુમી ઉઠ્યો હતો તેમજ દિવસભર ખેતીકામમાં જોતરાયેલા જોવા મળ્યા હતા. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે ડાંગ જિલ્લાના નાના મોટા ધોધ શરૂ થતા શનિ-રવિની રજા માણવા આવેલા પ્રવાસીઓ પ્રાકૃતિક સૌંદર્ય માણવાનો લહાવો લેવાનું ચૂક્યા હતા.

સાપુતારા ખાતે દિવસભર વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદી હેલીથી સુરતીલાલાઓ ઉમટી પડતા ચિક્કાર ગીર્દી સાથે તમામ હોટલો હાઉસફુલ થઈ જતા હોટેલિયરો સહિત નાના મોટા ધંધાર્થીઓના બખ્ખા થઈ જવા પામ્યા હતા. લખાય છે ત્યાં સુધી કોઈ જાનહાનિ કે નુકસાનીના અહેવાલ સાંપડી શક્યા હતા.

ડાંગ જિલ્લાનો વરસાદ | શનિવારેસવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી આહવા ખાતે 59 મિ.મિ., વઘઈ ખાતે 147 મિ.મિ., જ્યારે સાપુતારા ખાતે 66 મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

વરસાદ પડતા વઘઇના નાના ડેમ પાણીથી છલકાયા હતા.

અંબિકા,પૂર્ણા, ખાપરી, ગીરા નદીઓ બંને કાંઠે વહેતી થઇ

અન્ય સમાચારો પણ છે...