• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘મા બાપનો આધાર બનવું હતું, પણ પૂજા વગર નહીં જીવી શકંુ’

‘મા-બાપનો આધાર બનવું હતું, પણ પૂજા વગર નહીં જીવી શકંુ’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોલી-વેડગામરહેતા બીઈ સિવિલ અભ્યાસ કરનાર પ્રેમીપંખીડાંના આપઘાતની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી. બે દિવસ પહેલા ડભોલી રહેતી યુવતીએ ફાંસો ખાઈ લીધા બાદ પ્રેમિકા વગર જીવી નહીં શકતા વેડગામ રહેતા પ્રેમી યુવકે પણ સ્યુસાઇડ નોટ લખી શનિવારે બપોરે ઘરે ફાંસો ખાધો હતો.

મોટી વેડ ગામની ક્રિષ્ના સ્ટ્રીટમાં રહેતાં દિનેશભાઈ કંથારિયા પ્લમ્બરિંગ કામ કરે છે. તેને સંતાનમાં બે પુત્રી અને એકનો એક પુત્ર પરિમલ (25) છે. પરિમલને મજૂરીકામ કરી પિતાએ સિવિલ ઈજનેર બનાવ્યો હતો. ચાર વર્ષ પહેલાં પરિમલે અભ્યાસ પૂર્ણ કરીને બાંધકામનો વ્યવસાય શરૂ કર્યો હતો. શનિવારે બપોરે ઘરે કોઈ હતું નહીં ત્યારે પરિમલે માળીયાના લાકડાના મોભ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો.પોલીસે તપાસમાં પરિમલની સ્યુસાઇડ નોટ મળી હતી. નોટમાં તેણે પૂજા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી તેના વગર રહી નહીં શકતાં પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. બે દિવસ પહેલાં ડભોલીની પૂજા કંથારિયાએ આપઘાત કરી લીધો હતો. પરિમલ તેના પ્રેમમાં હતો. પૂજાએ ડુમસની સી.કે.પીઠાવાલા કોલેજમાં બીઈ સિવિલ અભ્યાસક્રમ પૂર્ણ કયો હતો. પરિમલ ચાર વર્ષ અગાઉ બીઈ સિવિલ બન્યો હતો. એએસઆઈએ જણાવ્યું હતું કે, પૂજા સાથે પરિમલનો પ્રેમ સંબંધ હોવાનું સ્યુસાઇડ નોટ પરથી જણાયું છે.

પૂજાના આપઘાત બાદ પરિમલે મોતની સોડ તાણી

મારી પૂજા પાસે જાઉં છું, પરિવારને હેરાન કરશો

મેં મારા જીવનમાં મા-બાપ માટે કંઈ નથી કરી શક્યો વાતનો મને હંમેશાં અફસોસ રહેશે...જ્યારે મારે એમનો આધાર બનવો જોઈએ એવા સમયે હું એમને છોડીને જાઉં છું. તે છતાં એમને છોડવા સિવાય મને કોઈ રસ્તો નથી દેખાતો કારણ કે... મારાથી મારી પૂજા વગર જીવી શકાય એમ નથી.... હું મારી પૂજા પાસે જાઉં છું... મારા આત્મહત્યાના નિર્ણય માટે હું પોતે જવાબદાર છું... મારા પરિવારને કોઈ પ્રકારે હેરાન કરશો નહીં..આઈ લવ યુ..મોમ-ડેડ. મને વ્હાઈટ શર્ટ પહેરાવજો.

અન્ય સમાચારો પણ છે...