તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિલ્ડરના ઘરે 8 લાખની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | બિલ્ડરપરિવાર સાથે સૌરાષ્ટ્રમાં ધાર્મિક સ્થળે દર્શન ગયા ને તસ્કરોએ તેના બંગલામાં ઘુસીને પહેલા માળે બારીની જાળી તોડીને પોણા આઠ લાખની મતા ચોરી કરી ફરાર થયા હતા. કતારગામ અંકુર વિદ્યાલયની પાછળ જાગીરીની વાડીમાં રહેતા બિલ્ડર સુરેશભાઈ દોલતભાઈ પટેલ મંગળવારે પરિવાર સાથે ઘર બંધ કરીને સૌરાષ્ટ્રમાં વીરપુર જલારામબાપાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તે અરસામાં અજાણ્યા તસ્કરોએ તેઓના બંઘ મકાનમાં પહેલા માળેથી બારીની જાળી તોડીને તેમાંથી ઘરમાં પ્રવેશીને 8 તોલાના ઘરેણાં, રોકડ રૂ. 5.25 લાખ મળીને કુલ રૂ.7.65 લાખની મતા ચોરી હતી.

અન્ય સમાચારો પણ છે...