તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેટના દરોડામાં રૂ. 19 લાખની રીકવરી કઢાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વિભાગ દ્વારા બે દિવસ અગાઉ હિન્દુસ્તાન રેયોન અને ગણેશ કેમિકલને ત્યાં હાથ ધરવામાં આવેલાં સરવેમાં રૂપિયા 19 લાખની વેટ ચોરી ઝડપાઈ હતી. જ્યારે પાણીના 17 જેટલાં વેપારીઓને ત્યાંની તપાસ પણ આજે પૂર્ણ થઈ હતી જેમાં 1.18 કરોડની ટેક્સચોરી સામે આ‌વી હતી. પાણીના વેપારીઓના 10 કરોડના વ્યવહારો પણ અધિકારીઓએ શોધી કાઢ્યા હતા. જીએસટી અગાઉ વેટની આક્રમક કામગીરી ચાલુ રહે એવી સંભાવના છે. સચિનના હિન્દુસ્તાન રેયોન અને અડાજણના ગણેશ કેમિકલને ત્યાં ખોટી રીતે આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ)ને લઇને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં હિન્દુસ્તાન રેયોનને ત્યાં રૂપિયા 11 લાખ અને ગણેશ કેમિકલને ત્યાંથી રૂપિયા 8 લાખની આઇટીની રિકવરી નિર્ધારિત કરવામાં આવી હતી. બીજી તરફ છેલ્લાં એક અઠવાડિયાથી વોટર પેકેજિંગના ધંધા સાથે સંકળાયેલાં 17 વેપારીઓની તપાસ પૂર્ણ થઈ હતી.

હિન્દુસ્તાન રેયોન અને ગણેશ કેમિકલમાં

અન્ય સમાચારો પણ છે...