તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ચીનથી અેમ્બ્રોઇડરી મશીનોમાં હજીરા લવાતું 57 કરોડનું સોનું ઝડપાયું

ચીનથી અેમ્બ્રોઇડરી મશીનોમાં હજીરા લવાતું 57 કરોડનું સોનું ઝડપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાયરેક્ટોરેટઓફ રેવન્યૂ ઇન્ટેલીજન્સ(ડીઆરઆઇ) સુરત દ્વારા હજીરા પોર્ટ પર મોડી સાંજે ચાઇનાથી આવી રહેલા અેમ્બ્રોડરી મશીનની અંદર છુપાડીને લવાતી 19 કિલોની સોનાની બિસ્કીટ પકડી પાડી હતી.જેની કસ્ટમ વિભાગ દ્વારા કેસ દાખલ કરી સદ્યન તપાસ કરવામાં આવી રહી છે.

મળતી વિગતો અનુસાર, ગુરૂવારે મોડી સાંજે ડીઆરઆઇની ટીમને મળેલી માહિતીના આધારે હજીરા પોર્ટ પર ચેકિંગ હાથ ધર્યુ હતું. ડીઆરઆઇ અધિકારીઓએ પોર્ટ પર આયાત કરાયેલા એક કન્ટેનરની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાં ચાઇનાથી આવેલા એમ્બ્રોઇડરી મશીનો પૈકી એક મશીનનું જીણવટ પૂર્વક ચેકિંગ હાથ ધર્યુ હતું.તે દરમિયાન એમ્બ્રોઇડરી મશીનમાં ગુપ્ત રીતે ૧૯ કિલો ૬૦૦ ગ્રામ ગોલ્ડ મળી આવ્યું હતું. રેવન્યૂ ઇન્ટેલીજન્સ દ્વારા પોર્ટ પર કેન્ટેનર અને મશીનરી અંગેની સદ્યન તપાસ કરવામાં આવ્યા બાદ અંગે કસ્ટમ વિભાગને જાણ કરાઇ હતી. હાલ અંગે ડીઆરઆઇ અને કસ્ટમ વિભાગ દ્વારા કેસ કરવામાં આવ્યો છે.આ અંગે ડીઆરઆઇ દ્વારા જ્વેલર્સ પાસેથી તેની કિંમત અંગે કરાવવામાં આવેલી તપાસમાં 55 થી 57 કરોડની કિંમતનું સોનું હોવાની વાત સામે આવી હતી.

ડીઆરઆઇની ટીમનો સપાટો

અન્ય સમાચારો પણ છે...