તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાર અકસ્માત મુદ્દે પત્ની સાથેના ઝઘડામાં પતિનો ઝેર પી આપઘાત

કાર અકસ્માત મુદ્દે પત્ની સાથેના ઝઘડામાં પતિનો ઝેર પી આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાનમાંજતી વેળા કનસાડ રોડ પર અકસ્માત થતાં સાળાને ઈજાઓ પહોંચી હતી. અંગે પત્નીએ તેના ભાઈને ઈજાઓ પહોંચી હોઈ પતિને કહેતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેથી આવેશમાં આવી જઈ પતિએ ઝેર પી આપઘાત કરી લીધો હતો.

સચિનના પાલીગામ રહેતાં પ્રમોદ સોનવણે (35) બુધવારે ઘરે ઝેર પી લીધું હતું. તેને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. પ્રમોદ વાન ડ્રાઈવીંગ સાથે વાહન દલાલીનુ કામ કરતો હતો. તેના 10 વર્ષ પહેલા રૂબીના સાથે પ્રેમ લગ્ન થયા હતાં. પ્રમોદ તેના સાળા રહેમાન ઉર્ફે રણજીત (13) સાથે વાન લઈને કનસાડ રોડ પરથી પસાર થતાં હતાં ત્યારે અકસ્માતે વાન પલ્ટી ગઈ હતી. અકસ્માતમાં સાળાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મુદ્દે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો તેમાં, આવેશમાં આવી જઈ આકરું પગલું ભરી લીધું હતું.

જીવિત હોવાનું માની હોસ્પિટલ લઈ ગયા પણ...

મામૂલીઝઘડામાં પ્રમોદે ઝેર પી લેતાં પરિવારજનો તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતાં. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. જોકે, પરિવારજનો અસંતુષ્ટ હોઈ પ્રમોદ જીવે તેવી આશા ને પગલે સ્મીમેર હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતાં, પરંતુ ત્યાં પણ મૃત હોવાનું કહેતાં આખરે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.

સ્મીમેરે મૃત જાહેર કરવા છતાં ખાનગી હોસ્પિટલ લઈ જવાયો

અન્ય સમાચારો પણ છે...