તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આજે સરપ્લસ ક્રેડિટ રીફંડ અને યાર્ન પર 12 % GST માટે માગણી કરાશે

આજે સરપ્લસ ક્રેડિટ રીફંડ અને યાર્ન પર 12 % GST માટે માગણી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાર્નપર 18 ટકા અને ગ્રે પર 5 ટકાની જીએસટી વચ્ચે વીવર્સને ટેક્સ ભરવાથી મુક્તિ મળતી હોઇ પણ તેની સામે સરપલ્સ રીફંડ નહી મળતાં ગ્રોસ પ્રોફિટમાં વધારો થતાં આઇટીની લાયબિલિટીમાં વધારો થવાનો ભય તમામ વીવર્સમાં જોવા મળી રહ્યો છે.ગુરૂવારે સાઉથ ગુજરાતના તમામ વીવર્સ આગેવાનીનો સાસ્ક્મા દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં યાર્ન પર 12 ટકાની જીએસટી તથા સરપલ્સ ક્રેડિટ રીફંડની માંગ કરાશે.

સાસ્કમા પ્રમુખ બોડાવાલાની આગેવાની રેશમભવન ખાતે મળેલી વીવર્સની બેઠક બાદ આગેવાનોએ બેઠક બોલાવી હડતાલ અંગે વિચારણા કરવાનું નક્કી કર્યું હતું. બેઠકમાં હાજર ચેમ્બર પ્રમુખ બી.એસ.અગ્રવાલ તથા પ્રફુલ્લ શાહના જ્ણાવ્યાનુસાર, 5 ટકાના દરને લઇને ટેક્સટાઇલ ઉદ્યોગમાં સંતોષ છે પરંતુ યાર્ન પર અને જોબવર્ક પર 18 ટકાનો દર વીવર્સની કમર તોડી નાખશે જેથી આજે વીવર્સની માંગની જીએસટી કાઉન્સિલના ગુજરાતના રિપ્રેઝન્ટેટિવ પી.ડી.વાઘેલાને પાંડેસરા વીવર્સ સોસા.ના પ્રેસિડન્ટ તથા વીવર્સ આશિષ ગુજરાતી, હિમાંશુ બોડાવાલા, સુરેશ પટેલ તથા કાપોદ્રા અગ્રણી હરિ કથિરીયા સરપલ્સ ક્રેડિટને રીફંડ આપવાની સાથે 12 ટકા યાર્ન પર જીએસટી રજુ કરવાની માંગ કરાશે.

સાસ્ક્માએ વીવર્સની બેઠક બોલાવી

અન્ય સમાચારો પણ છે...