તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પહેલા વરસાદમાં ગરનાળાં ભરાયાં શહેરમાં બે કલાકમાં 1 ઇંચ વરસાદ

પહેલા વરસાદમાં ગરનાળાં ભરાયાં શહેરમાં બે કલાકમાં 1 ઇંચ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં છેલ્લા અઠવાડિયાથી સતત બદલાઈ રહેલા વાતાવરણથી લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ ગુરુવારે વહેલી સવારથી દમદાર બેટિંગ કરી હતી. દરમિયાન આજથી પ્રિમોનસૂન એક્ટિવિટીની અસર શરૂ થઈ ગઈ છે. પહેલા દિવસે બપોર સુધીમાં શહેરમાં સવા ઇંચ વરસાદ પડ્યો છે. જેને પગલે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં ગઈકાલે મોડી રાતથી પ્રિમોનસૂન એક્ટીવીટીની અસર શરૂ થઈ હતી. એટલે કે વરસાદી ઝાપટા અને વીજળીના કડાકા ભડાકા શરૂ થઈ ગયા હતા. મોડી રાત્રે ચોર્યાસી તાલુકામાં 27 મીમી, કામરેજમાં 1 મીમી, પલસાણા તાલુકામાં 45 મીમી, સુરત શહેરમાં 1 મીમી અને ઉમરપાડામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં મેઘાની સવારી વહેલી સવારે 6 વાગ્યા થી આવી પહોંચી હતી. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં શહેરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં સવારે 12 વાગ્યા થી 2 વાગ્યા સુધીના બે કલાકમાં એક ઇંચ વરસાદ થયો છે. વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા સુરતીઓને વરસાદના આગમનથી રાહત થતા લોકો વરસાદની મજા સેવા રસ્તા પર નિકળી પડ્યા હતા. બપોર પછી વરસાદી વાદળો ખસી જતા ફરી સૂર્યનારાયણે તડકાની ચાદર પાથરી દીધી હતી.

ગયા વર્ષ જેટલું રૂલ લેવલ રહેશે

ગયા વર્ષે આજની તારીખમાં ડેમની સપાટી 285.31 ફુટ હતી. પરંતુ ચાલુ વર્ષે જેમની સપાટી જુન માસના શરૂઆતથી સારી રહેતા આજની તારીખમાં 309.34 ફુટ સપાટી છે. ગયા વર્ષે જુન અંતમાં ડેમની સપાટી 283.73 ફુટ હતી. જુલાઈ મહીનાના અંતમાં 321.23 ફુટ હતી.

ડેમની સપાટી 24 ફૂટ વધારે

ગજેરા સર્કલથી હિરાબાગ સર્કલ જતી બીઆરટીએસની બસ સવારે 11 કલાકના અરસામાં અશ્વનિકુમાર ગરનાળામાંથી 30થી વધુ મુસાફરોને લઇને પસાર થતી હતી. ત્યારે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા. બસ ગરનાળામાંથઈ પસાર થવા માટે આગળ વધી ત્યારે ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો વધારે થતા બસમાં પાણીના લેવલમાં વધારો થયો હતો. બસમાં પાણી ભરાવાની શરૂઆત થતાની સાથે બસમાં બેસેલા મુસાફરો એકબીજાના સહારે બસમાંથી ઉતરીને હેમખેમ બહાર નીકળી ગયા હતા. જે અંગેની જાણ ફાયરબ્રિગ્રેડને કરવામાં આવે અને ફાયરના જવાનો બનાવના સ્થળે પહોંચે તે પહેલા મુસાફરો બસમાંથી નીકળી ગયા હતા.

નવસારીબજાર મલેકવાડીના ગેટ પાસે સ્ટ્રોમ ડ્રેનેજ બંધ

નવસારીબજાર મલેકવાડીના ગેટ પાસે સ્ટ્રોમ ડ્રેનેજની લાઇનની યોગ્ય સફાઇ કરવામાં આવી નહીં હોવાથી મલેકવાડીના ગેટ પાસે એક ફુટ કરતા વધુ પાણી ભરાઇ ગયુ હતુ. સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાના કારણે ડ્રેનેજ લાઇનમાંથી પાણીનો નિકાલ કરાયો હતો.

BRTS બસમાં બેસેલા 30થી વધુ મુસાફરો માનવ સાંકળ બનાવી જાતે બહાર નીકળ્યા

બુધવારે મોડી રાતે ઝરમર શરૂ થયા બાદ સવારે મેઘ સવારી આવી પહોંચી

તારીખ લેવલ

1જુલાઈ 321

1ઓગસ્ટ 333

1સપ્ટેમ્બર 335

16સપ્ટેમ્બર 340

1ઓક્ટોબર 345

પહેલા વરસાદથી વૃક્ષ-છત-ઈલેક્ટ્રિક તાર તૂટવાના બનાવો, ફાયરને સાંજ સુધી કોલ મળતા દોડતું રહ્યું !

સ્ટ્રોમ ડ્રેનેજની સફાઇમાં લાલિયાવાડીએ દાટ વાળ્યો

શહેરમાંવરસાદ શરૂ થાય તે પહેલા તમામ ઝોનમાં પ્રિમોનસુનની કામગીરી કરવા બે મહિના પહેલા પાલિકા કમિશનર આદેશ કરી દેતા હોય છે. દર વખતે આવા આદેશ કરવામાં આવતા હોવા છતાં પહેલા વરસાદમાં પાલિકાની પોલ ખુલ્લી પડી જતી હોય છે. વર્ષે પણ તે પરંપરા યથાવત રહેવા પાંમી છે. પ્રિમોનસુનની કામગીરીમાં શહેરમાં આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનના જાળીયા સાફ કરવાની સાથે લાઇનમાં પાણી પસાર થાય છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે. પરંતુ વર્ષે સ્ટ્રોમ ડ્રેનેજની લાઇનની સફાઇમાં લાલિયાવાડી દાખવી હોવાના લીધે શહેરના પાલનપોર, વરાછા, કતારગામ જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો.

પહેલા દિવસે બપોર સુધીમાં શહેરમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો

અન્ય સમાચારો પણ છે...