તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

B.Com, BBA અને BCAમાં ઓનલાઇન પ્રવેશમાં ધાંધિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીનીનવી ઓનલાઈન એડમિશન સિસ્ટમમાં ગુરુવારે ફરી ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેને કારણે B.Com, B.B.A અને B.C.A.ની પ્રવેશ પ્રક્રિયા અટકી જતાં હજારો વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં અટવાયા હતા.

વિદ્યાર્થીઓને એડમિશન સમયે પડતી હેરાનગતિમાંથી મુક્તિ અપાવવા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક સત્રથી ઓનલાઈન એડમિશન સિસ્ટમ દાખલ કરી હતી, જેનો કોન્ટ્રાક્ટ ઓરોમીરા કંપનીને સોપવામાં આવ્યો છે. કંપની યુનિવર્સિટીને વિનામૂલ્યે સેવા આપી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઓરોમીરા કંપનીએ એડમિશન અંગેનો ડેટા નવી ઓનલાઈન સિસ્ટમમાં યોગ્ય રીતે અપડેટ નહીં કરતાં 5 જૂનના રોજ મોડી સાંજે નવી એનલાઈન સિસ્ટમને ચેક કરતાં ટેક્નિકલ ખામી નીકળી આવી હતી. જેને લઈ એડમિશન કમિટીએ 6 જૂને શરૂ થનારી B.Com, B.B.A અને B.C.A.ની પ્રવેશ પ્રક્રિયા અટકાવી દઈ 8 જૂનથી શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

દરમિયાન ગુરુવારે ફરી નવી સિસ્ટમમાં વિદ્યાર્થીના માર્ક્સના ટોટલમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ફરી એડમિશન અટવાઈ ગયાં હતાં. જેથી વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માટે દોડધામ કરતાં જોવા મળ્યા હતા.

કેટલાક વિદ્યાર્થીઓ તો યુનિવર્સિટી ખાતે પહોંચી ગયા હતા. અંગે નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશોએ મોડી સાંજે 7 વાગ્યે ટેક્નિકલ ખામી સુધારી દીધી હોવાનો દાવો કર્યો હતો.

નવી સિસ્ટમમાં બીજી વાર ખામી, મફત સેવા ભારે પડી

અન્ય સમાચારો પણ છે...