ચેક રિટર્ન કેસમાં પિતા-પુત્રને કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સાતવર્ષ પહેલા મિત્રતાના નાતે હાથ ઉછીના આપેલા નાણાના બદલામાં આપેલા બે ચેક રીટર્ન થવાના કેસમાં કોર્ટે આરોપી પિતા પુત્રને કસુરવાર ઠરાવી કેદ, દંડની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

નવાપુરા ઘાંચી શેરીમાં રહેતા ધર્મેશ જરીવાલા, હરિપુરા મસીદીયા શેરીમાં રહેતા ઉપેન્દ્ર શાહ મિત્ર હતા. ઉપેન્દ્ર અને તેનો પુત્ર હિમાંશુ ‌વ્યવસાય કરે છે. પિતા-પુત્રને ધંધામાં નાણાંની જરૂ પડતાં ધર્મેશ પાસેથી 4-4 લાખ ઉછીના લીધા હતા. બદલામાં બે ચેક આપ્યા હતા. જોકે ચેક રિટર્ન થયા હતા. જેથી શાહ પિતા પુત્રને નોટીસ આપી તેનાો જવાબ નહીં આપતા કોર્ટમાં ફરિયાદ કરી હતી. સોમવારે કેસમાં કોર્ટે આરોપી પિતા ઉપેન્દ્ર શાહ અને પુત્ર હિમાંશુને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં તકસીરવાર ઠરાવી હિમાંશુને 6 માસની કેદ, ઉપેન્દ્રને 3 માસની કેદની સજા ફટકારી હતી. તેમજ આરોપીઓને અનુક્રમે રૂ.4.10 લાખ તથા રૂ.3.90 લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચુકવવાનો આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...